કોડીનાર આ દિલ ધડક ઘટનાની વિગત એવી છે કે ગત તા.૧૧૪ના રાત્રીના દસ વાગ્યે રોહિતભાઈ નલીનભાઇ જાની તેમની અઢી વર્ષની નાની દીકરી હિવાને મોટર સાયકલ ઉપર બેસાડી ડોળાસા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગનાથ મંદિરે આવ્યા હતા. રોહિતભાઈ લગભગ રોજ આ સમયે પોતાની ત્રણે દીકરીઓને લઈ આ મંદિરે આવતા રહે છે. તે દિવસે નાની દીકરી હિવા એકજ હતી. રોહિતભાઈ દર્શન કરી મંદિર પરિસરમાં હિવાથી બે ફટ દૂર બેઠા હતા. હિવાના હાથમાં પીપળાનું પાન હતું.તેના થી તે રમતી હતી. રોહિતભાઈ હિવાની બાળમુદ્રા જોઈ રહ્યા હતા.પણ અચાનક નાગનાથ મંદિરના પાછળના ભાગેથી એક ખૂંખાર દીપડી આવી ચડી હતી.રોહિતભાઈ કઈ સમજે તે પહેલા દીપડીએ હિવાને મોઢામાં લઇ લીધી.આ જોઈ રોહિતભાઈ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા.આ સાંભળી લોકો પણ મંદિર તરફ દોડા અને દીપડી પણ રાડારાડથી ગભરાઈ ગઈ અને હીવાને છોડી દીવાલ ઓળંગી બાજુના ખેતરમાં જતી રહી. હિવાને તુરત ડોળાસાની એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ ખસેડાય યાં પ્રાથમિક સારવાર બાદ તબીબોએ ભય મુકત જાહેર કરતા આ પરિવારના શ્વાસ હેઠા બેઠા હતા. આમ રાની પશુઓ ગામમાં આવી માનવ ઉપર જીવલેણ હત્પમલો કરવા લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.આ બાબતની જામવાળા જંગલ ખાતાને જાણ કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવી ધોરણસરની કાર્યવાહી કરી છે. દીપડીને પાંજરે પુરાવા બે પાંજરા મૂકવામાં આવ્યા હતા. પણ દીપડી પાંજરામાં આવી નથી.પણ ડોળાસા થી ચીખલી રોડ ઉપર વાછરડી નું મારણ કયુ છે. માનવ લોહી ચાખી ગયેલી દીપડી બીજા કોઈને પોતાનો શિકાર બનાવે તે પહેલાં પાંજરે પુરાવા ડોળાસાના લોકો ની માંગ છે...