જામજોધપુરના સડોદર બાદ ધુનધોરાજીમાં દીપડો દેખાયો: ત્રણ ગાયોના મારણ

  • January 06, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પંથક તેમજ કાલાવડ પંથકના ધુનધોરાજીની સીમમાં દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે, ગઇકાલે સડોદરના ફૂલનાથધામ વિસ્તારમાં ત્રણ ગાયોના દીપડાએ મારણ કર્યા હતા, જેથી ખેડૂત અને માલધારી સમાજમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે વન વિભાગ દ્વારા સમગ્ર પંથકમાં દીપડા પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
ગિરનાર અને બરડા ડુંગર બાદ જામજોધપુર તાલુકામાં પણ દીપડા જેવા વન્ય પ્રાણીઓ આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે, જો કે વન વિભાગને સડોદરના ફૂલનાથ ધામના પૂજારી દ્વારા જાણ કરાતા તાકીદે પાંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડા પકડવા માટે થઇને તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામજોધપુરના સડોદર બાદ ધુનધોરાજી વિસ્તારમાં પણ દીપડાના પગલા થતાં વાડીએ જતાં ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્રણ ગાયોના મારણ બાદ ગ્રામજનોમાં દહેશત વ્યાપી છે, સમગ્ર પંથકના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા તાકીદે દીપડા પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application