ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં ખેતરમાં એક દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને ઢસડીને ફાડી ખાધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો ત્યારે દીપડો અંધારાનો ફાયદો ઉઠાવીને ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને બાળકને દબોચી લઈને બાવળની ઝાડીમાં ખેંચી ગયો હતો ફાડી ખાધો હતો. દરમિયાન પરિવારજનોને બાળકના માત્ર હાથ-પગ સહિતના અવશેષો હાથ લાગ્યા હતા. જેને પીએમ માટે ખસેડાયા હતા. વન વિભાગને આ બનાવની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જઈ સર્ચ ઓપરેશન ચલાવીને દીપડાને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
બાળકના શિકારથી ગામમાં ફફડાટ
ઉના તાલુકાના સામતેર ગામનો 10 વર્ષનો બાળક મયુર જીતુભાઇ સોરઠીયા પરિવાર વચ્ચે સૂતો હતો. દરમિયાન દીપડો લપાતો લપાતો આવી બાળકને ઢસડી 500 મીટર દૂર બાવળની ઝાડીઓ સુધી લઈ જઈ શિકાર કર્યો હતો. બાળકને ફાડી ખાધા બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ખાંભા રેન્જ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકના શરીરના હાથ, પગ સહિત કેટલાક અવશેષોનો મૃતદેહ મળતાં ખાંભા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતો સિમ વિસ્તારમાં દીપડાએ બાળકનો શિકાર કરવાની ઘટનાને લઈ ફફડાટ સાથે ભયનો માહોલ છવાયો છે.
DCF દ્વારા દીપડાને તાત્કાલિક પકડવા સૂચના
દીપડાએ બાળક ઉપર હુમલો કર્યા બાદ બાળકનું મોત થતા ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જને દીપડાને પકડવા માટે સૂચના આપતા હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરી છે અને અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech