BREAKING NEWS

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પિતામહ ભારતી રાજાનું 85 વર્ષની વયે નિધન: ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

  • June 10, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




 દક્ષિણ ભારતીય ચલચિત્ર જગતમાં ચાર દાયકા સુધી રાજ કરનાર વરિષ્ઠ નિર્દેશક ભારતીરાજાએ બુધવારની વહેલી સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ઉંમર સંબંધિત ગંભીર બીમારીઓ અને શ્વાસ લેવાની તકલીફથી પીડાઈ રહ્યા હતા.
પુત્રના મોતના આઘાતે તબિયત તોડી નાખી


 પારિવારિક વર્તુળોના જણાવ્યા અનુસાર, વર્ષ 2024 માં તેમના 48 વર્ષના યુવાન પુત્ર મનોજનું હૃદયરોગના હુમલાને કારણે અચાનક અવસાન થયું હતું. આ આઘાતજનક ઘટનાથી ભારતીરાજા માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા હતા અને ત્યાર બાદ તેમની નાજુક તબિયત વધુ બગડતી ગઈ હતી.


તામિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ દ્વારા સત્તાવાર જાહેરાત
કાઉન્સિલના વર્તમાન હોદ્દેદારોએ સત્તાવાર શોક સંદેશ જાહેર કરીને જણાવ્યું છે કે એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને સિનેમાના ભીષ્મ પિતામહનું જવું એ ફિલ્મ ઉદ્યોગ માટે ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ છે.
અભિનેત્રી ખુશ્બુ સુંદરે વ્યક્ત કરી અંજલિ


પ્રખ્યાત અભિનેત્રી અને રાજનેતા ખુશ્બુ સુંદરે સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક પોસ્ટ લખીને જણાવ્યું કે ભારતીરાજા સાહેબનું અવસાન તામિલ સિનેમા પર છવાયેલું એક કાળું વાદળ છે. તેમની ફિલ્મો હંમેશા આવનારી પેઢીઓ માટે ફિલ્મ નિર્માણની જીવતી-જાગતી પાઠશાળા બની રહેશે. ખુશ્બુએ વધુમાં ઉમેર્યું કે સાહેબની ઈચ્છા તેમને બે ચોટલીવાળા પરંપરાગત લુકમાં એક ફિલ્મમાં ચમકાવવાની હતી, જે સપનું હવે અધૂરું રહી ગયું છે.


સિનેમા જગતમાં 'ઈયાકુનાર ઈમ્મયમ' તરીકે પ્રખ્યાત

ભારતીરાજાએ વર્ષ 1977 માં પોતાની પ્રથમ તામિલ ફિલ્મ '16 વયાથિનીલે' થી દિગ્દર્શનની દુનિયામાં કદમ મૂક્યો હતો. તેમણે પોતાની ભવ્ય કારકિર્દીમાં 40 થી વધુ ફિલ્મો આપીને સિનેમાની વ્યાખ્યા બદલી નાખી હતી. તેમની સૌથી યાદગાર અને સુપરહિટ ફિલ્મોમાં 'સિગપ્પુ રોજક્કલ', 'મુધલ મારિયાથાઈ', 'કિલાકે પોગમ રેલ', 'અલેગલ ઓઈવાથિલાઈ' અને 'કાધલ ઓવિયામ' નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application