કાલાવડ નાકા બહાર લેન્ડ ગ્રેબિંગ અંગે સરકારી અધિકારીઓને લિગલ નોટિસ

  • May 29, 2021 01:15 PM 

કાયદાનો અમલ નહીં કરવા સબબ મહિલા ધારાશાસ્ત્રી દ્વારા કરાયેલી કાર્યવાહી

તા.25.5.21 કાલાવડના નાકા બહાર મદ્રેસા તાહેરિયા સ્કૂલ સામે હાજી આમદ મેતરના વારસદારોએ ખોટા ડૉક્યુમેન્ટ્સ ઉભા કરી પીજીવીસીએલમાંથી વીજ વપરાશ અંગે કનેકશન મેળવેલ તેમજ લગત ખાતામાંથી આહાર ગૃહનું લાયસન્સ મેળવી રાજેન્દ્ર માવજીભાઈ પરમારની માલિકીની જગ્યામાં તો દબાણ કરેલ, પરંતુ આ ઈસમો દ્વારા રોડ ઉપર પણ કાચું બાંધકામ કરી પત્રાથી ઢાંકી દીધેલ છે અને ચા નો થડો બનાવી દીધેલ. તેમની નીચે બોર (ડંકી) પણ બનાવી નાખી.

આ અંગે રાજેન્દ્રકુમાર પરમાર દ્વારા કમિશનર અને કલેકટરને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા નિયત નમૂનામાં અરજી કરેલ અને લેન્ડ ગ્રેબિંગની ફી પેટે ા.2000 પણ ચૂકવી આપેલા. આ અંગે વડાપ્રધાનને અરજદારે લેખિતમાં ફરિયાદ પણ કરી હતી.

આ માહિતી મળતાં અરજદારને ધ્યાને આવેલ કે, માહિતી અધિકારી કે.એન. ગઢિયા સિટી સર્વે સુપ્રિ. નં.1 કચેરી (જામનગર)એ તા.15.4.21ના રોજ પ્રાંત અધિકારી (જામનગર શહેર)ને મોકલેલ અહેવાલમાં સ્પષ્ટ લખેલ છે.

આમ આ જગ્યા બાબતે કોર્ટમાં સદરહુ જગ્યા બાબતે મે. સાતમા એડીશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલતાં રે.દી.મુ.નાં.916/2006 તા.12.9.2006 ચાલુ છે. તેના અખબારી હુકમના આધીન  સિદ્દીક હાજી મેતર અને કાદર હાજી મેતર દ્વારા રોડ ઉપર ઓટલો બનાવેલ તે ઓટલા ઉપર ચણતર દ્વારા ચા બનાવવાનો થડો બનાવેલ છે, રોડની જગ્યામાં છાપરા ખડકી દીધાં છે, રોડ ઉપર પાણીનો બોર પણ છે. જે હાલ ઓટલા નીચે દબાવી દીધેલ છે અને હોટલ માટે તે પાણીનો વપરાશ થાય છે. તે જગ્યા પૂરતો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ આગળની કાર્યવાહી થવા અત્રે અભિપ્રાય થાય છે.

આવી માહિતી આરટીઆઈ હેઠળ અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર દ્વારા મુખ્યમંત્રી, અગ્ર સચિવ (ગાંધીનગર), કલેકટર (જામનગર), કમિશનર (જામનગર) ડીએસપી (જામનગર) અધિક્ષક ઈજનેર (પીજીવીસીએલ) અને સિટી સર્વે ઑફિસર (જામનગર)ને તેમના વકીલ રેખાબેન કે. રાઠોડ દ્વારા ફરજમાં બેદરકારી અને અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ન કરવા અંગે લિગલ નોટિસ આપવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS