પોરબંદર નગરપાલિકાએ ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ આપ્યો છે તે માત્ર ૫૦૦૦ પિયામાં પુરો મહીનો ડુક્કર પકડી રહ્યા છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી સાથે પોરબંદરની સંસ્થા સહિત અમદાવાદની જીવદયાપ્રેમી સંસ્થાએ લીગલી નોટિસ પાઠવતા ભારે ચકચાર જાગી છે.
પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ડુક્કરને પકડવાની કામગીરી માટે અપાયેલા કોન્ટ્રાકટને ગેરકાયદે ગણાવી કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા લીગલ નોટીસ ફટકારવામાં આવી છે.જેમાં પોરબંદર નગરપાલિકાની કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી સામે સવાલ ઉઠાવીને પાલિકા પોતે જ ભ્રષ્ટચાર કરી ગેરકાયદે રીતે કોન્ટ્રાકટ આપ્યો હોવાનો આરોપ લગાવીને પ્રાદેશિક મ્યુનિસ્પિલાટી કમિશ્ર્નર રાજકોટ તથા મ્યુનિસિપાલીટી વહિવટી કમિશ્નર ગાંધીનગર,પોરબંદર કલેક્ટર અને પોરબંદર-છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાયદાકીય લડતના માર્ગે લીગલ નોટીસનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
અમદાવાદના જાણીતા એડવોકેટ નિસર્ગ શાહ મારફતે કોન્ટ્રાક્ટ રદ કરવા અંગેની નોટીસ ફટકારવામાં આવી છે. એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન-ગાંધીનગર, અહિંસા મહાસંધ અમદાવાદ તથા પોરબંદરની જીવદયા પ્રેમી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ તરફથી નોટીસ ફટકારવા અંગેની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.
નોટીસમાં જણાવ્યાં પ્રમાણે ડુક્કર પકડવાની કામગીરી માટે ગત તા. ૧૭ ઓકટોબરના રોજ અપાયેલી નોટીસ અને ૧૮ ઓક્ટોબરનાં રોજ અપાયેલા વર્ક ઓર્ડર તથા કોન્ટ્રાકટને વહેલી તકે રદ કરવાની માંગ કરવામાં આવી છે.ગત તા.૧૭ ઓકટોબરના રોજ પોરબંદર ડુક્કર પકડવાનો આપાયેલો કોન્ટ્રાકટ ગેરકાયદે હોવાથી રદ કરવાની માંગ સાથે જીવદયા પ્રેમી સંસ્થાઓ કાયદાકીય રીતે લડી લેવાના મુડમાં છે. નગરપાલિકાને કરાયેલી નોટીસમાં જણાવાયું હતું કે,પોરબંદર-છાંયાની યોજાયેલી સામાન્ય સભામાં ડુક્કર પકડવાની કામગીરી વિશે પણ કોન્ટ્રાકટ આપવાની ચર્ચા કરવામાં આવી હતી.પાંચ હજાર પિયામાં ડુક્કર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળુ-ધોળું થતી હોવાની પોરબંદર નજીકના રાણાવાવ ખાતે મોટી સંખ્યામાં બંધ જગ્યામાં ડુકકરોને ગોંધી રાખ્યા હોવાની તથા કતલખાને ધકેલી દેવામાં આવતા હોવાની આશંકા દર્શાવવામાં આવી હતી. ત્યારે જીવદયા પ્રેમીઓએ દરોડો પાડીને તપાસ કરી હતી.ત્યારે માલુમ થયું હતું કે, દુર્ગેશ માધુભાઈ જાદવ નામના વ્યકિતને પાલિકા ચીફ ઓફિસર દ્વારા ગત તા.૭-૧૦ થી ડુકકર પકડવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે પોરબંદર તથા છાંયા શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે ખાપટ, બોખીરા, જયુબેલી, સુભાષનગર, છાંયા, ધરમપુર વિસ્તારમાંથી ડુક્કર પકડવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં ડુકકરોને પકડીને શહેરની બહાર નિકાલ કરવા માટે વાત કરવામાં આવી હતી. પરંતુ તેને કઈ જગ્યાએ નિકાલ કરવો, કઈ રીતે કરવો વગેરે અનેક સવાલો છે. જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે તો હિંસક પ્રાણીઓ તેનો શિકાર કરે.અન્ય વિસ્તારમાં છોડવામાં આવે તો તેઓ ખોરાકની તપાસમાં ફરી માનવ વસાહતમાં આવી ચડે.તેવી પણ શકયતા છે. વગેરે બાબતોએ ઉપરોકત ત્રણ સંસ્થાઓએ પોરબંદર કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકા નિયામકને લીગલ નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
માત્ર પાંચ હજાર પિયામાં ભુંડ પકડવાની કામગીરી કોને પરવડે તેવા વેધક સવાલ સાથે પાલિકા દ્વારા કાળુ-ધોળુ થતી હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી છે. હવે એ જોવાનું એ રહેશે કે, પાલિકાના પાપે અન્ય અધિકારીઓને કાનુનના કઠેરામાં ઉભો થવાનો જે વખત આવ્યો છે. તે બાબતે ભવિષ્યમાં શું થશે તેના પર સૌની નજર છે. જીવદયા પ્રેમીઓને જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટ અપાયો છે તે સદંતર ગેરકાયદેસર છે આથી તેને રદ કરવો જોઈએ અને જો રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તૈયારી બતાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech