અનધિકૃત બિયારણ, ખાતર, જંતુનાશક વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

  • July 24, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદની કયાક ઉણપ છે તો કયાક ધોધમાર વરસી રહયો છે તેની વચ્ચે ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર શરૂ કર્યું છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ હજુ જે ખેડૂતો વાવેતરની રાહમાં છે, તેમણે પરવાનેદાર સંસ કે વેપારી પાસેી જ બિયારણ, ખાતર અને જંતુનાશકની ખરીદવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે અનધિકૃત બિયારણ, ખાતર, જંતુનાશક વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી શે. ઉપરાંત વાવેતર બાદ કોઇ પાકમાં સમસ્યા જણાયે ઉભા પાક સમિતીને ફરિયાદ કરવાી નિષ્ણાતો સ્ળ તપાસ કરી અહેવાલ આપશે. આવા અનઅધિકૃત રીતે ખાતર બિયારણ વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



રાજયના તમામ જિલ્લ ાના ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની તી કાળજી રાખવા રાજયના ખેતી નિયામક વિસ્તરણ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. ખેડૂતોએ બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસઓ અવા ખાનગી વિક્રેતા પાસેી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.



 છેતરપીંડીી બચવા અમાન્ય વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેી ખરીદી કરવી જોઈએ નહી. બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ચીજનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સો અવશ્ય લેવું. મુદત પૂરી યેલી ચીજો ખરીદવી નહીં. વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્ામાં જ બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો જોઇએ.


અનઅધિકૃત અવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓનું વેચાણ તું ધ્યાને આવતાં સંબંધિત ખેતીવાડી અધિકારી અવા જિલ્લ ાના નાયબ ખેતી નિયામક, વિસ્તરણને તુરંત જાણ કરવી જોઈએ. ખરીદ કરેલા બિયારણ, ખાતર તા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં કોઇ ફરીયાદ જણાયે જિલ્લ ા ખેતીવાડી અધિકારીને ફરીયાદ કરવાી ઉભા પાકની કમીટી દ્વારા સ્ળની મુલાકાત કરીને નુકશાનીના અંદાજ સો ખેડૂતને અહેવાલ અપાશે. જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ ાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application