BREAKING NEWS

જેતપુરમાં જનઔષધિ કેન્દ્રમાં ખુદ ફાર્માસિસ્ટ હાજર ન હોઈ ડ્રગ વિભાગ દ્રારા કાનૂની કાર્યવાહી

  • June 04, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટ ફડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્રારા જેતપુરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેતપુર શહેરમાં પ્રિસ્ક્રિપ્શન વગર અને નિયમોના ઉલ્લ ંઘન સાથે દવાઓ વેચાઈ રહી હોવાની ફરિયાદો મળ્યા બાદ તત્રં એકશન મોડમાં આવ્યું છે. રાજકોટની બે ડ્રગ ઇન્સ્પેકટરની ટીમો હાલ જેતપુરમાં ધામા નાખીને બેઠી છે અને સઘન તપાસ ચલાવી રહી છે.
જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં જેના નામનું લાયસન્સ હોય તે વ્યકિત અન્ય જગ્યાએ નોકરી કરતો હોય અને તેનું લાયસન્સ ભાડે આપ્યું હોવાની ફરીયાદ ઉઠતા રાજકોટ ફડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્રારા જેતપુરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે ડ્રગ ઇન્સ્પેકટર એસ. જી. પરમારે જણાવ્યું હતું કે, જેતપુરના અંદાજે ૧૧૭ જેટલા રીટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ પર તપાસની પ્રક્રિયા શ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જે પણ મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ગેરહાજર જણાશે અથવા તો પ્રિસ્ક્રિપ્શન વગર નિયમ વિદ્ધ દવાઓનું વેચાણ થતું જોવા મળશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (મેડિકલ સ્ટોર) પર ફાર્માસિસ્ટ ગેરહાજર મળી આવ્યા હતા, જેમના વિદ્ધ કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ફડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્રાટકતા જ કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો પોતાની દુકાનો બધં કરીને ભાગી છૂટા હોવાનું પણ સામે આવ્યું છે. તંત્રએ આ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે અને આગામી દિવસોમાં આ બધં દુકાનો પર ફરીથી ઓચિંતી તપાસ કરવામાં આવશે.
આ દરોડાના પગલે જેતપુર અને આસપાસના વિસ્તારના મેડિકલ સ્ટોર સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તત્રં દ્રારા સ્પષ્ટ્ર સંકેત આપવામાં આવ્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યકિતને બક્ષવામાં નહીં આવે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application