મીઠાઈ ખાવાના શોખીનો જાણીલો અમારી આટલી ટીપ્સ વજન રહશે તમારો કાબુમાં

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તહેવારોની સિઝનમાં ગુલાબ જાંબુ, જલેબી, પેંડા, બરફી, કાજુકતરી, લાડુ, રસમલાઇ, બરફી અને સ્નેક્સ જેવી મીઠાઈ જોઇને દરેક વ્યક્તિને મોંમાં પાણી આવી જાય છે.  થઇ અને દિવાળી પણ નજીક આવી રહી છે ત્યારે સ્વાદની સાથે સાથે આરોગ્યનો પણ ખ્યાલ રાખવો ખુબજ જરૂરી છે.તહેવારની મીઠાઇઓ ખાવાથી વજન વધવાની સાથે દિલની બીમારીઓ, હાઇ શુગર અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. ત્યારે આ તહેવારમાં મીઠાઈનો આનંદ માણવાની સાથે જો તમે વજન પણ કન્ટ્રોલમાં રાખવા માંગતા હોઈ તો જાણી લો અમારી કેટલીક ટીપ્સ.

 

ઉપવાસ કરતા સમયે આ વસ્તુનું ધ્યાન રાખો 
  જો તમે ઉપવાસ કરતા હોઈ તો પણ ૧૦ કલાક, ૧૨ કલાક, ૧૪ કલાક કે ૧૬ કલાકથી વધુ ભુખ્યા ન રહો. ઉપવાસ દરમિયાન વચ્ચે વચે ફળ, નટ્સ, દૂધ, જ્યૂસ વગેરે જેવી વસ્તુ લેતા રહો અને ભરપુર માત્રામાં પાણી પીવાનું રાખો.અને જો તમે ડાયટ કરી રહ્યા હોઈ તો ડાયટ ચાટમાં હાઇ પ્રોટીન, ફેટ અને કાર્બ્સ જેવાં ફૂડ્સ સામેલ ન કરો

 

ઓવરઇટિંગથી બચો
 એક વારમાં વધુ પડતી માત્રામાં ખોરાક લેવાના બદલે થોડું થોડું જમો. જેનાથી જ્મેલી વસ્તુનું  સરળતાથી પાચન થશે અને વજન પણ કન્ટ્રોલમાં રહેશે. 

 

લંચ-ડિનરમાં હેલ્ધી વસ્તુ ખાવાનું રાખો.
આખા દિવસ દરમિયાન પકોડા, સમોસાં જેવી તરેલી અને હેવી કેલરીવાળી મીઠાઈ ન ખાતા કંઇક હલકું ફૂલકું ખાવનું રાખો જેથી કરીને તમારી કેલરી અને વજન જળવાઈ રહે .

 

વધુ માત્રામાં પાણી પીવાનું રાખો.
તહેવારોમાં ઘરના કામોમાં પાણી પીવાનું ન ભૂલતા બને એટલી વધુ માત્રામાં પાણી પીવાનું રાખો. વધુ માત્રામાં પાણી પીવાથી બોડી ડિટોક્સ થતું રહશે અને શરીરમાં ફેટ જમા નહી થાય.પાણીની જગ્યાએ તમે નારિયેળ પાણી, શરબત, છાશ કે લસ્સી પણ લઇ શકો છો.

 

થોડી એક્સર્સાઇઝ કરવાનું રાખો.
એક્સર્સાઇઝએ ફેટ બર્ન કરવા માટેનું સૌથી બેસ્ટ ઓપ્શન છે. માટે ઘરના નાના નાના કામની કરવાની સાથે સાથે થોડી થોડી એક્સર્સાઇઝ પણ કરતા રહો જેથી કરીને તમે ફિઝિકલી એક્ટિવ રહેશો અને કેલરી પણ બર્ન થતી રહેશે. જેનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાય રહશે..
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS