જાણો iPhone 12 અને iPhone 11 કેવી રીતે છે એકબીજાથી અલગ

  • October 28, 2020 02:04 AM 512 views

iPhone 12 સીરીઝ લોન્ચ કરવામાં આવી છે ત્યારે હવે સવાલ એ છે કે iPhone 11 થી iPhone 12 શું અલગ અને નવું છે. બંને ફોનની ડિઝાઈન લગભગ સરખી છે. કેમેરા મોડ્યુલ પણ સરખા છે. iPhone 12માં એલ્યુમિનિયમ અને ગ્લાસનો યુઝ કરવામાં આવ્યો છે.

 

iPhone 12માં રાઉન્ડ સાઈડની બદલે ફ્લેટસાઈડ આપવામાં આવી છે. સાઈઝમાં પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બને ફોનની સાઈઝ ૬.૧ ઈંચ આપવામાં આવી છે. આ વખતે iPhone 12  મોડલ્સમાં OLED પેનલ આપવામાં આવી છે. જેને કંપની Super Retina XDR OLED ડિસ્પ્લે કહી રહી છે. OLED ડિસ્પ્લેનો લાભ નોંધપાત્ર છે. કલર્સ ખૂબ સારા અને આકર્ષક જોવા મળે છે.

 

એપલે દાવો કર્યો છે કે iPhone 12 આપેલ A14 Bionic પ્રોસેસર અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ મોબાઈલ પ્રોસેસર છે. આ ઓછી બેટરીનો યુઝ કરશે અને બેટરી બેકઅપ આપશે. જે iPhone 11ની સરખામણીએ ૫૦ ટકા વધુ પાવારફ્લ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application