જાણો દેશની સૌથી નાની વકીલ હરવિન્દર કોરની મોટી સફળતા વિશે

  • January 13, 2021 03:44 PM 554 views

ભગવાન દરેકની અંદર એક ખામી અને એક ખૂબી અવશ્ય રાખે છે. જીવનમાં સફળ થવા માટે આ ખામી અને ખૂબીની જાણ થવી જરુરી છે. જે લોકો પોતાના બાહ્ય દેખાવથી સામાન્ય હોય છે તેનામાં આંતરિક ઘણી શક્તિઓ પડેલી હોય છે. દેશની સૌથી નાની એડવોકેટ બનેળી હરાવિદર કોરની સફળતા પણ આવી જ છે. તેને પોતાની કમીને ખૂબી ઉપર હાવી થવા દીધી નહી અને આજે સફળતાના શિખરો સર કરે છે.

 

હરવિંદર કોર પંજાબના જલંધર શહેરમાં રહે છે. તેની નીચી હાઈટના આરાને અનેક લોકો તેની મજાક કરતા. લોકો કોરને મદદ કરવાના સ્થાને તેને પાડવાની અને નિરાશ કરવાની જ વધું વાત કરતા પરંતુ હરવિંદર હારી નહી અને મનમાં જ નિશ્ચિય કર્યો કે સફળ થવું છે. કૈક બનવું છે કે લોકો મજાકના બદલે માન આપે. ૩ ફુટની હરવિંદર આજે એડવોકેટ બની ગઈ છે અને લોકોના મોઢા ઉપર તાળા મારી દીધા છે. હરવિંદર દેશની સૌથી નાણું કદ ધરાવતી મહિલા વકીલ છે. હરવિંદરે તેના કળાને તેના મન ઉપર હાવી થવા દીધું નહી અને માત્ર મહેનત કરી. જે બાબત તેની ખામી ગણાતી હવે તે વાત તેને ખૂબી બનાવી દીધી. જોકે એક સમયે તેને ભણવાનું, કોઈને મળવાનું અને બધું જ છોડી દીધું હતું એટલી નિરાશ થઈ હતી. પરંતુ પોતાને સંભાળી અને હવે હરવિંદર ખુશ ખુશાલ જીવન જીવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application