કિસાન ક્રેડીટ કાર્ડના માધ્યમથી મળતી રૂ.ત્રણ લાખની વ્યાજ સહાય મર્યાદા રૂ.પાંચ લાખ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એસ.બી.આઈ. લીડ બેંક ઓફિસ જામનગર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ધુંવાવ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસીસ, એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર મિનિસ્ટ્રી દ્વારા તા.૦૧.૦૩.૨૦૨૫ ના રોજ કિસાન ક્રેડિટ કાર્ડ (કે.સી.સી.) ના માધ્યમથી સંસ્થાકિય ધિરાણ અને તેના લાભો વિશે માહિતગાર કરતો વેબિનાર યોજવામાં આવ્યો હતો.
વર્ચ્યુઅલ પ્રવચન બાદ સ્થાનિક સ્તરે લીડ બેંક મેનેજર તથા એફ.એલ.સી. દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂ. ત્રણ લાખની વ્યાજ સહાય મર્યાદા વધારી રૂ.પાંચ લાખની કરવામાં આવી છે તથા આનુસંગિક જામીન વગર ખેતી ધિરાણની મર્યાદા ૧.૬૦ લાખથી વધારીને ૨.૦ લાખની કરવામાં આવી છે.
તેની ઉપસ્થિત ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર વ્યાજ સબસીડીના લાભ સાથે રાહત દરે લોન આપવામાં આવે છે.આ વેબીનારમાં લિડ બેંક મેનેજર પ્રદિપ પટેલ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટર રાજેશ ગુપ્તા તેમજ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ તથા બેન્ક કર્મચારીઓ સહભાગી બન્યા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં હીરા ઉદ્યોગની વાસ્તવિકતા, રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો
March 08, 2025 08:31 PMમણિપુરના કાંગપોક્પી જિલ્લામાં હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ
March 08, 2025 08:26 PMEDએ હૈદરાબાદ એરપોર્ટ પરથી બિઝનેસ જેટ જપ્ત કર્યું, 22 જાન્યુઆરીએ પ્રમોટર આ જ જેટમાં વિદેશ ભાગ્યો
March 08, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech