ગુજરાત સરકાર દ્રારા જંત્રી દરમાં અસવ્ય વધારો ઝીંકતા બિલ્ડરો અને રેવન્યુ વકીલોમાં વિરોધનો વંટોળ શ થયો છે, જેમાં આજે રાજકોટના પ્રમુખ રમેશભાઈ કથીરિયા વિજયભાઈ તોગડીયા તથા એડવોકેટ દિલીપભાઈ પટેલ અશ્વિન રામાણી સહિતના રેવન્યુ વકીલો તે જંત્રીદરના ડબલ વધારાના વિરોધમાં જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રેવન્યુ બાર એસોસિએશન દ્રારા જણાવાયા મુજબ, રાય સરકાર દ્રારા સૂચવાયેલા નવા જંત્રી દરમાં અનેક જગ્યાએ વિરોધાભાસ જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ જમીનના ભાવો ઓછા હોવા છતાં સરકાર દ્રારા ખૂબ જ મોટી જંત્રી લાદવામાં આવી છે અને યાં જમીનના ભાવો આસમાને છે, ત્યાં બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જંત્રીના ભાવ ઓછા સુચવાયા છે. આ વિસંગતતા હોય રાજકોટના રેવન્યુ વકીલો ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનના વકીલો દ્રારા સૂચિત જંત્રીના વિરોધમાં આવેદનપત્ર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા આઠ વર્ષના ટૂંકા ગાળામાં જંત્રીના ભાવમાં દસ ગણો વધારો થયો છે, જે અસહ્ય છે, મોંઘવારી પણ હાલ ચરમશીમાએ છે, ત્યારે સામાન્ય પ્રજા ઉપરાંત બિલ્ડરો, ખેતીની ઉપજ લેતા ખેડૂતો, એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ અને મિલકતો ખરીદવા માંગતા લોકોને મોટો ફટકો પડો છે, ત્યારે સરકારે જંત્રી ઘટાડવી જોઈએ.
આ ઉપરાંત જમીનના ભાવો જુદા જુદા વિસ્તારોમાં ઓછા વત્તા હોવાના કારણોથી ભારે વિસંગતતા સર્જાય છે ત્યારે જંત્રીના ભાવ વધારાનો અમલ શ કરતાં પહેલાં પુન:વિચારણા કરવાનું સરકારને આવેદનપત્રમાં જણાવાયું છે.
આજે રેવન્યુ બાર એસોસિએશન દ્રારા સુપ્રત કરવાના યોજાયેલા કાર્યક્રમ અગાઉ મોટી સંખ્યામાં વકીલો કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા. જેમાં રેવન્યુ એસોના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, વિજય તોગડીયા સહિતના હોદ્દેદારો ઉપરાંત અશ્વિન રામાણી દિલીપભાઈ પટેલ, પરેશ મા, સુમિત વોરા, ગિરિરાજસિંહ જાડેજા, પંકજ દોંગા, કેતન મંડ, પરેશ પાદરીયા પ્રગતિ માકડીયા, તુષાર દવે, રવી વાઘેલા, કિશન વાલવા, સંજય ડાંગર, દક્ષાબેન ઉપાધ્યાય સહિતના વકીલો પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech