રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ત્રણ હજાર કરોડના પ્રોજેકટનું લોકાર્પણ–ખાતમુહર્ત થશે

  • February 16, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૨૫ ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ શહેર અને જિલ્લાના અંદાજે પિયા ત્રણેક હજાર કરોડની કિંમતના જુદા જુદા અનેક પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહર્ત થવાનું છે. જનાના હોસ્પિટલ એઈમ્સ અને અટલ સરોવર સહિતના પ્રોજેકટ ઉપરાંત વધારાના કયા પ્રોજેકટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ત થઈ શકે તેમ છે તેની સમીક્ષા માટે આજે અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીના અધ્યક્ષ સ્થાને સરકારના જુદા જુદા વિભાગોની સંયુકત બેઠક કલેકટર કચેરીમાં મળી હતી.

કલેકટર કચેરીમાં મળેલી આ બેઠકમાં મહાનગરપાલિકા ડા માર્ગ મકાન વિભાગ એઇમ્સ જીઆઇડીસી સહિતના જુદા જુદા વિભાગના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીના જણાવ્યા મુજબ અંદાજે ત્રણેક હજાર જેટલા કરોડના ખર્ચે તૈયાર થયેલા અને તૈયાર થવાના બાકી હોય તેવા જુદા જુદા પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થાનિક કક્ષાએ મળેલી આ સમીક્ષા બેઠકનો સંપૂર્ણ અહેવાલ રાય સરકારને મોકલવામાં આવશે અને તેમાંથી વડાપ્રધાનના હસ્તે કયા પ્રોજેકટનું ખાતમુહર્ત અને લોકાર્પણ થઈ શકે તેમ છે તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય લેવાયા પછી સ્થાનિક કક્ષાએ તેનો ડિટેઈલ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પણ મોકલવામાં આવશે.
દરમિયાનમાં આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને એઇમ્સના અધિકારીઓએ એઈમ્સની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application