સ્વદેશી યુધ્ધ જહાજ મહેન્દ્રગીરીનું આજે લોકાર્પણ

  • September 01, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય સૈન્ય ની તાકાત માં ઔર વધારો થવા જઈ રહ્યો છે. સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે નેવીને સોપવામાં આવશે. મહેન્દ્રગીરી પ્રોજેકટ ૧૭એ નું સાતમું અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ છે. પ્રોજેકટ હેઠળના ચાર યુદ્ધ જહાજો મુંબઈમાં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને બાકીના કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે બનાવવામાં આવી રહ્યા છે.સંરક્ષણ મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરીનું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સ, ૫૧ કેએમપીએચની સ્પીડ અને દુશ્મનનો અવાજ સંવેદન કેચ કરવામાં સક્ષમ, જાણો સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી કેવી રીતે વધારશે નેવીની શકિત ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. યુદ્ધના પડકારો વચ્ચે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નૌકાદળની શકિત વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી છ યુદ્ધ જહાજો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં વપરાતા ૭૫ ટકા ઉપકરણો સંપૂર્ણપણે સ્વદેશી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્ર્રપતિ જગદીપ ધનખડ તેને મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ કરશે.

દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવવા સક્ષમ
મહેન્દ્રગીરી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે અત્યાધુનિક સેન્સરથી સ છે અને તે દૂરથી દુશ્મનના અવાજને સંવેદન કરવામાં સક્ષમ છે. તેમાં સ્થાપિત ટોર્પિડો લોન્ચર અને રોકેટ લોન્ચર જહાજની એન્ટી સબમરીન ક્ષમતામાં વધારો કરશે. આ સિવાય મહેન્દ્રગિરી યુદ્ધ જહાજ બે રેપિડ ફાયર ગનથી સ છે, જે દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે. આ પહેલા રાષ્ટ્ર્રપતિ દ્રોપદી મુર્મૂએ ૧૭ ઓગસ્ટના રોજ ભારતીય નૌસેના માટે આધુનિક જહાજ લોન્ચ કયુ હતુ. જેનું નામ વિંધ્યાગીરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે પ્રોજેકટ ૧૭ હેઠળ તૈયાર કરાયેલ આ સ્વદેશી યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે અને તે અત્યાધુનિક યુદ્ધ પ્રણાલીથી સ છે, જેને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોજેકટ ૧૭ હેઠળ હવે સાત યુદ્ધ જહાજોનું નિર્માણ થવાનું છે, જેમાંથી ભારતીય નૌકાદળ દ્રારા શ કરાયેલા પાંચ યુદ્ધ જહાજો નીલગીરી, ઉદયગીરી, હિમગીરી, તારાગીરી અને દુનાગીરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત સતત તેના વિસ્તારમાં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application