નયારા એનર્જી દ્વારા ઝાખરમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

  • May 24, 2021 10:42 AM 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન ર્ક્યું: સુધારાત્મક આરોગ્ય સુવિધાઓ સમાજને પ્રદાન કરવા માટે પ0 બેડનું પ્રથમ સ્તરનું કોવિડ કેર સેન્ટર

દેશ મહામારીની બીજી લહેર સામે લડત કરી રહયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊજર્િ અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઈનરી નજીકના લોકો માટે વધારે સહયોગી બની છે. કંપનીએ આજે આ વિસ્તારના હળવા લક્ષ્ાણો ધરાવતા કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની સંભાળ અને સારવાર માટે ઝાખર ગામમાં પ0 બેડ સાથે એક કોવિડ કેર સેન્ટર શરૂ ક્યર્નિી ઘોષ્ાણા કરી છે, કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની ગાંધીનગર કચેરીથી ર્ક્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કૃષ્ાિ, ગ્રામિણ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, કુટિર ઉદ્યોગ વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાની સાથે નયારા એનર્જીના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર ડૉ. અલોઈસ વિરાગ ઉપસ્થિત રહયા હતા.

આગામી મહિનાઓમાં નયારા એનર્જી રાહત પ્રયાસોને વધારવા માટે અને સમાજના વધુ વ્યક્તિઓને આવરી શકાય તેવી આરોગ્ય સંભાળને સુલભ બનાવવા વધારાના પ0 બેડનો ઉમેરો કરી કુલ 100થી વધુ બેડની સુવિધા ઉભી કરવાની યોજના ધરાવે છે, આ સેન્ટરમાં જનરેટર બેકઅપ, પુરુષ્ાો અને મહિલાઓ માટે અલગથી શૌચાલયની સુવિધા અને 100 બેડને સમાવી શકાય એવા 4 ડોરમેટ્રી હોલ છે જેમાંના બે હોલમાં 16 બેડ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન ક્ધસેન્ટર્સ સાથેની સુવિધાથી સજજ છે.

આ કેન્દ્ર રાઉન્ડ ધી કલોકના આધારે કાર્ય કરશે અને એમબીબીએસ ડૉકટર્સ, પેરામેડિક્સ, એટેન્ડન્ટ્સ અને ફાર્મિસિસ્ટ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે, ટીમને દરરોજ એક વરિષ્ઠ તબીબ દ્વારા સહયોગ આપવામાં આવશે, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ અને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સ્થળાંતરિત કરવા માટે ઓક્સિજન સુવિધા સાથે રાઉન્ડ ધી કલોકની એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ હશે, કેન્દ્રનું એકંદરે સંચાલન અને નેતૃત્વ નયારા એનર્જી સમર્થિત હેલ્પેજ ઇન્ડિયા અને ઝાખરની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર સ્થાપવાના નયારા એનર્જીના પ્રયાસોની પ્રશંસા કરતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, નયારા એનર્જીને હું ખુબ ખુબ અભિદનંદન આપું છું કે આવા કપરા સમયે પોતાની એક સામાજિક ઉત્તર દાયિત્વની ભાવના સમજીને કોવિડ કેર સેન્ટર ઉભું કરી જાખર વિસ્તાર અને જિલ્લાના લોકો માટે સરસ મજાની સુવિધા ઉભી કરી છે, લોકોને ઝડપથી અને સારી સુવિધા મળી રહે એ માટે આ સેન્ટર ઉભું ર્ક્યું છે, હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટતા જાય છે, પરંતુ વેક્સિેનેશન સંપૂર્ણ ના થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે, નિષ્ણાંતો ત્રીજી લહેરની વાત કરે છે ત્યારે એવા સમયે આપણે પૂર્ણપણે વ્યવસ્થા કરી રહયા છીએ.

કોવિડ કેર સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નયારા એનર્જી લિમિટેડના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર ડૉ. અલોઈસ વિરાગે કહયું હતું કે, મહામારી સામેની લડતમાં સ્ત્રોતો એકત્રિત કરવા અને સરકારના પ્રયાસોમાં સહાય કરવાની જરૂરિયાતને નયારા એનર્જી સમજે છે. અમે સંવાદિતામાં લોકો સાથે ઉભા છીએ અને ગુજરાત સરકારના સ્થાનિક વિભાગો સાથે જોડાય લોકોને જરૂરી ખાદ્યપૂર્તિ, ગંભીર આરોગ્ય સંભાળ અંગેના ઉપકરણો, રક્ષ્ાણાત્મક પધ્ધતિઓ અને સેનિટાઈઝેશન ઉપકરણો પુરા પાડવા સહયોગ કરી રહયા છીએ, ઝાખર કોવિડ કેર સેન્ટરની સાથે, અમને આજુબાજુના સમાજને સહયોગ આપવા માટેના અમારા અથાગ પ્રયાસોમાં ફાળો આપવા અંગે અમને ગર્વ છે, આ ઉપરાંત નયારા એનર્જી કોવિડ કેર સેન્ટરની ક્ષ્ામતા વધારવા માટે કટિબધ્ધ છે જેથી વધુ જરૂરી લોકોને સમયસર તબીબી સારવારને પહોંચી શકાય.

નયારા એનર્જી આરોગ્ય તથા સ્વચ્છતા, શિક્ષ્ાણ તથા કૌશલ્ય વિકાસ અને કાયમી આજીવિકાના ક્ષ્ોત્રોમાં વિવિધ ટકાઉ વિકાસ યોજનાઓ દ્વારા વાડીનાર રિફાઈનરીની આજુબાજુના દરેક સમાજને સહયોગી થઈ રહી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)