તમામ ડિજિટલ સર્વિસ એક જગ્યાએથી મળે તેવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરા

  • May 14, 2024 11:18 AM 


કેન્દ્ર સરકારની તરફથી એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પોર્ટલ પર ડિજિટલ પબ્લિક ગુડસ જેવા કે આધાર, યૂનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને સરકારી ઈ–કોમર્સ પોર્ટલ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ જેવી બધી સરકારી સુવિધાઓ મળશે. એટલે કે એક જગ્યા પર દરેક ડિજિટલ સુવિધાઓ મળી જશે. તેનાથી સામાન્ય યુઝર્સને ખૂબ જ સરળતા રહેશે. યુઝર્સને ડિજિટલ સર્વિસ માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર નહીં જવું પડે.
રિપોર્ટ અનુસાર આ પોર્ટલને બનાવવા માટે ઈલેકટ્રોનિકસ અને સુચના પ્રોધોગિકી મંત્રાલયે કામ શ કરી દીધુ છે. જેમાં બધા મંત્રાલય અને તેના સાથે સંબંધિત વિભાગો અન એનજન્સિઓની સાથે મળીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર એટલે કે ડીપીઆઈનું માળખુ તૈયાર કરવાના આદેશ આપ્યા છે.

હાલના સમયમાં કેન્દ્ર અને રાય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ હાજર છે. એવામાં સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓના લાભ લેવા માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર જવું પડતું હતું. સાથે જ ગરમીન ભારતમાં સ્થિતિ વધારે ખરાબ છે, યાં ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર જવું પડે છે ત્યાં મોટા ચાર્જ વસુલવામાં આવે છે. એવામાં એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ ફાયદો થઈ જશે. જેનાથી કોઈ પણ ઓનલાઈન સરકારી સુવિધાઓનો સરળતાથી ફાયદો ઉઠાવી શકાશે.
જેમ કે ભારતમાં ઓનલાઈન સર્વિસની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. સાથે જ ભારત સરકાર બધી ઓનલાઈન સર્વિસ દ્રારા પારદર્શી રીતે પોતાની સુવિધાઓને દરેક નાગરિક સુધી પહોંચવા માંગે છે. તેના માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આવનાર ૫થી ૬ વર્ષમાં ડીપીજીની ગ્લોબલ માર્કેટ સાઈઝ લગભગ ૧૦૦ અબજ ડોલરની હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application