મહાદેવીયા ગામે ગૌચરની જમીનમાં મોડી રાત્રિના સમયે જુગાર

  • August 05, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છ શખ્સો ઝડપાયા: રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબજે


ખંભાળિયા પંથકના શ્રાવણી જુગાર પર કાબુ રાખવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ નવલદાનભાઈ સરઠીયા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના મહાદેવીયા ગામની વીડી વાડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ગૌચરની જમીનમાં ઝુંપડામાં લેમ્પના અજવાળે જાહેરમાં ગંજીપતા વડે જુગારની મોજ માણી રહેલા લાખા ફોગા કંડોરીયા, શરીબ અબુ હરીયાણી, માંડણ કાના ચૌહાણ, કાસમ ઈશા લધાણી, કાસમ મજીદ બ્લોચ અને આફતાબ મજીદ બ્લોચ નામના સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.


આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 74,500 તેમજ રૂપિયા 45 હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,19,500 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા તથા નવલદાન સરઠીયા દ્વારા કરવામાં આવી હતી.


ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ત્રણ શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા


ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા ચંદુભા જીજીભાઈ જાડેજા અને હેમતસિંહ ધીરુભાઈ જાડેજા નામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂના પાંચ પાઉચ સાથે ઝડપી લઈ, ગુનો નોંધી હતો. આ પ્રકરણમાં જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસે લાંબા ગામના દિનેશ ભીયાભા માણેક નામના 28 વર્ષના શખ્સને રૂપિયા 3,200 ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application