પંજાબના પટિયાલામાં રાજપુરા અને શંભુ વચ્ચે રેલ્વે લાઇન પર મોડી રાત્રે બ્લાસ્ટ થયો. અહેવાલો અનુસાર, રાજપુરા અને શંભુ રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસીસીઆઈ) રેલ્વે લાઇન પર મોડી રાત્રે એક જોરદાર વિસ્ફોટ થયો. માહિતી મળતાં, રેલ્વે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ), સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) અને સ્થાનિક પોલીસના વરિ અધિકારીઓ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે દોડી ગયા. પોલીસે ટ્રેક પરથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ પણ બહાર કાઢો; લાશ ક્ષત–વિક્ષત હાલતમાં મળી આવી હતી. રેલ્વે ટ્રેક પર હાથ, પગ અને માથું સહિત અંગો ધડથી અલગ પડેલા મળી આવ્યા હતા.
પટિયાલાના વરિ પોલીસ અધિક્ષક (એસએસપી) વણ શર્માએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી ટ્રેકને થોડું નુકસાન થયું હતું. આ ઘટના રાત્રે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ માલગાડીઓ માટે નિયુકત રેલ્વે ટ્રેક પાસે બની હતી. એસએસપીએ પુષ્ટ્રિ આપી હતી કે ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. તેમણે વધુમાં નોંધ્યું હતું કે ઘટનાસ્થળેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ, વિકૃત હાલતમાં, પણ મળી આવ્યો હતો. યારે પૂછવામાં આવ્યું કે શું મૃતક વ્યકિતનું મૃત્યુ વિસ્ફોટના પરિણામે થયું છે, ત્યારે એસએસપીએ જવાબ આપ્યો કે આ મામલો હાલમાં તપાસ હેઠળ છે. તેમણે ઉમેયુ કે ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમને નમૂનાઓ એકત્રિત કરવા માટે સ્થળ પર બોલાવવામાં આવી છે.
આ વર્ષની શઆતમાં, જાન્યુઆરીમાં, પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં સ્થિત સરહિંદમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલ્વે ટ્રેક પર થયેલા વિસ્ફોટમાં ટ્રેનના એન્જિનને નુકસાન થયું હતું અને એક લોકો પાઇલટ ઘાયલ થયો હતો. સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) અને રેલ્વે અધિકારીઓ હાઇ એલર્ટ પર છે. ફોરેન્સિક ટીમો હાલમાં તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે આ ઘટના તોડફોડનું પરિણામ છે કે તે કોઈ ચોક્કસ વિસ્ફોટક ઉપકરણ દ્રારા થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application