જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.
આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ મુલાકાત લઈ તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિભાગો
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ૧.ઈ.એન.ટી વિભાગ, ૨.મેડીસીન વિભાગ, ૩.ગાયનેક વિભાગ, ૪.ઓપ્થેમોલોજી વિભાગ, ૫.ઓર્થોપેડીક વિભાગ, ૬.પીડીયાટ્રિક વિભાગ, ૭.સાયકાયટ્રી વિભાગ, ૮..ટી.બી. અને ચેસ્ટ વિભાગ, ૯.સ્કીન વિભાગ,૧૦.સર્જરી વિભાગ તેમજ સ્પેશિયાલીટી વિભાગ તરીકે ૧.રેડિયોથેરાપી વિભાગ, ૨.ન્યુરોસર્જરી વિભાગ, ૩.યુરોલોજી વિભાગ, ૪..કાર્ડિયોલોજી વિભાગ આ ઉપરાંત સુપર સ્પેશિયાલીટી વિભાગ તરીકે તેમજ ૧.રેડિયોલોજી વિભાગ, ૨.પેથોલોજી વિભાગ, ૩.માઈક્રોબાયોલોજી વિભાગ, ૪.બાયોકેમેસ્ટ્રી વિભાગ ડાયગ્નોસીસ વિભાગ કાર્યરત છે
હોસ્પિટલ અને કોલેજ મહેકમ
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે વર્ગ-૧ ની ૩, વર્ગ-૨ ની ૩૫, વર્ગ-૩ નર્સિંગ સ્ટાફની ૮૧૩, વર્ગ-૩ વહીવટી સ્ટાફની ૫૯, વર્ગ-૩ પેરામેડીકલની ૧૪૭, વર્ગ-૪ ની ૩૭૮ મળી કુલ ૧૪૩૫ જગ્યાઓ કાર્યરત છે.
ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ હોસ્પિટલની સેવાનો લાભ લીધો.
વર્ષ ૨૦૨૪-૨૫ ના ફેબ્રુઆરી માસ સુધીમાં હોસ્પિટલની ઓપીડી ખાતે ૮,૧૫,૨૮૧ દર્દીઓની તપાસ કરાઈ છે. જેમાં આઈ.પી.ડી.માં ૯૩,૭૭૭, પ્રસુતિ કેસ ૭,૮૭૪, ૧૩,૫૮૭ મુખ્ય સર્જરીઓ તથા ૧૫,૩૧૫ નાની સર્જરીઓ કરવામાં આવેલ છે. સાથે જ ૧૭,૪૯,૫૯૪ લેબ પરિક્ષણ તથા ૩,૫૫,૪૨૯ એક્સ-રે કરવામાં આવ્યા છે.
હોસ્પિટલને મળશે આ નવી સુવિધાઓ
DNB કોર્સ અને સુપર સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવા જિનેટિક લેબોરેટરીની સંપૂર્ણ સુવિધા, ઓન્કો-હિમેટોમીની વિંગ, GOG હેઠળ સ્કીલ લેબોરેટરીની, ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાનો તફાવત ભરવા માટે હોસ્ટેલની સુવિધા, વર્ગ-૧ થી ૪ માટે જરૂરી ક્વાર્ટર સાથે કેમ્પસનું રિમોડેલિંગ, કેમ્પસના રહેવાસીઓ માટે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech