સરેરાશ માસિક આવકની યાદીમાં પાકિસ્તાન છે છેલ્લે : જાણો ભારતનું સ્થાન અને આવક

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક સમયથી દેશ આર્થિક સંક્રમણના ભરડામાં છે. તેમા પણ કોરોનાના કહેરથી દેશની આર્થિક કરોડરજ્જુ ઉપર અસર થઈ હોય એવું જોવા મળે છે ત્યારે તાજેતરમા Picodi.com નામની વેબસાઈટ દ્વારા એક યાદી તૈયાર કરાઈ છે. આ યાદી અનુસાર ભારત સરેરાશ માસિક આવકમાં 72માં સ્થાને છે. દેશમાં સરેરાશ માસિક આવક રૂ.32,800 છે. આ યાદીમાં 109 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જેમા ભારતનું સ્થાન 72મું છે ત્યાં આ યાદીમાં સ્વિત્ઝરલેન્ડ ટોચના સ્થાને છે, જેની માસિક સરેરાશ આવક રૂ.4,49,000 છે. જયારે સૌથી તળિયાના સ્થાને ક્યુબા છે. ક્યુબાવાસીઓની માસિક સરેરાશ આવક રૂ.2700 છે. ત્રીજા ક્રમે અમેરિકાનું સ્થાન છે , જેની સરેરાશ આવક રૂ.2,64,900 છે. આ યાદીના ટોપ ટેનમાં ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કતાર, નોર્વે, હોંગ કોંગ અને આઈસલેન્ડનો સમાવેશ થાય છે. ભારતની માસિક સરેરાશ આવક રૂ.32,800 કરતા ઓછી આવક ધરાવતા દેશોમાં કઝાકિસ્તાન રૂ.32,700, બ્રાઝિલ રૂ.26,000,  ઇજિપ્ત 16,400, ક્યુબા, યુગાન્ડા અને નાઈજીરિયા છે જ્યાં માસિક સરેરાશ આવક સૌથી ઓછી છે. 

 

એશિયાના દેશોમાં ભારત 16 દેશોમાંથી 10મો ક્રમ છે. જેમાં ભારતથી આગળના દેશો સાઉથ કોરિયા રૂ.1,72,900, ચીન રૂ.72,100, મલેશિયા 62,700, થાઈલેન્ડ રૂ.46,400 વગેરે હતા. એશિયામાં ભારતથી પાછળના દેશો વિયેતનામ રૂ.30,200, ફિલિપિન્સ રૂ.23,100, ઇન્ડોનેશિયા રૂ.22,900 અને પાકિસ્તાન રૂ.15,700 છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS