ગુજરાતનાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં 1 મીમી થી 9 ઈંચ વરસાદ

  • August 13, 2020 02:51 PM 858 views

રાજ્યભરમાં કૃષ્ણ જન્મને વધાવવા મેઘરાજા કૃપા વરસાવી રહ્યાં હોય એમ ગઈ કાલથી જ વરસાદ વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં 1 મીલીમીટરથી લઈને 8ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 208 મીમી સાથે સુરતના માંડવી તાલુકામાં પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ જુનાગઢના કેસોદ તાલુકામાં નોંધાયો છે. કેસોદમાં માત્ર 1 મીમી વરસાદ પડ્યો છે.

 

સુરત, તાપી, નર્મદા, પંચમહાલ, વલસાડ, ભરૂચ અને છોટાઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ શહેરોના વિવિધ તાલુકામાં 5 થી 9 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા, અરવલ્લી, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, ખેડા, દાહોદ પંથકમાં 4 ઈંચ સુધીનો વરસાદ પડી ચુક્યો છે. જ્યારે રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, અમરેલી અને જૂનાગઢ પંથકમાં ધીમીધારે ખુશનુમા વાતાવરણ સાથે 1 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

ગઈકાલથી સતતા ધીમીધારે વરસી રહેલા વરસાદથી ખેડુતોમાં ભારે ખૂશી જોવા મળી હતી. કારણકે જ્યારે ધીમીધારે વરસાદ વરસે છે ત્યારે તે પાણીનો બગાડ થતો નથી. પાણી નદી, નાળામાં વહી જવાના સ્થાને જમીનમાં ઉતરે છે અને જમીનમાં પાણીનું સ્તર ઉપર આવે છે. ખેતી માટે આ વરસાદ ખૂબ સારો ગણાય છે. એક તરફ રજાનો માહોલ છે અને બીજી તરફ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો આ વરસાદની મજા માણી રહ્યાં છે. કેટલાક શહેરોમાં રસ્તાઓ પર લોકો વરસાદમાં પલળવા નીકળ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application