રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં આવેલો નાના મવા મેઇન રોડ કે જે સિમેન્ટ રોડ છે તે ટનાટન છે પરંતુ નાના મવા રોડની સોસાયટીઓના ડામર રસ્તાઓ ઉપર મોટા ખાડા પડા હોય અને વારંવાર રજુઆતો કરવા છતાં રસ્તાનું રિપેરિંગ થતું ન હોય હવે મહાપાલિકા સામે લડત આપવા જે સોસાયટીઓને ડામર રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે તેવી સોસાયટીઓએ સાથે મળીને મહાપાલિકા સામે લડત આપવા યુનિયનની રચના કરી છે તેમ લતાવાસીઓએ જણાવ્યું હતું.
મુખ્યત્વે અલય પાર્કથી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી સુધીનો સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ સૌથી વધુ બિસ્માર છે. તદઉપરાંત ગોવિંદ પાર્ક, તિપતિ સોસાયટી, જીવરાજ પાર્ક, કણકોટ રોડ સહિતના વિસ્તારોના ડામર રોડ ઉપર ચોમેર ખાડા છે.
વિશેષમાં વોર્ડ નં.૧૧ના નાના મવા રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીઓના રહીશોએ આજકાલ દૈનિકને ઇ–મેઇલથી મોકલેલી રજુઆતમાં જણાવ્યું છે કે અલય પાર્કથી સિલ્વર ગોલ્ડ રેસિડન્સી સુધીનો રસ્તો કે જે (સરદાર વલ્લભાઇ પટેલ માર્ગ તરીકે ઓળખાય છે) તે અતિ બિસ્માર છે,
હજાર વખત ફરિયાદ કરવા છતાં આજ સુધી નવો ડામર રોડ બનાવવાનું તો દૂર હયાત રસ્તો રિપેર પણ કરવામાં આવ્યો નથી.
હવે લાગે છે કે જીવલેણ અકસ્માત સર્જાયા પછી જ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની આંખો ઉઘડશે. લતાવાસીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે હવે તો એવું લાગી રહ્યું છે કે કેટલી વખત અને કોને રજુઆત કરવી ? કારણ કે ગમે તેને રજુઆત કરો અંતે પરિણામ તો શૂન્ય જ આવે છે.લતાવાસીઓએ રજુઆતમાં ઉમેયુ હતું કે વોર્ડ નં.૧૧ના નાના મવા વિસ્તારમાં અલયપાર્ક થી સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી સહિતની સોસાયટીઓના બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે કાયમી સમસ્યા બની ચુકી છે. નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં તંત્રવાહકો સદંતર નિષ્ફળ ગયા હોય અંધેરી નગરી જેવો તાલ સર્જાયો છે. ઉપરોકત સમગ્ર રોડમાં ખાડા જ ખાડા છે. છેલ્લા એકાદ વર્ષથી આ રસ્તાઓ કમરતોડ બની ગયા છે જે બાબતે તત્રં ને અનેક વાર ફરીયાદ કરવા છતાં કુંભ કર્ણની નિંદ્રામાં ઉંઘતુ તત્રં જાગવાનું નામ લેતું નથી. સમગ્ર ડામર રોડ ઉપર મોટા મોટા ખાડાં પડી ગયા છે. આ બિસ્માર માર્ગનું રિપેરિંગ કરવામાં આવશે કે નહિ ? તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે ઘણા લાંબા સમયથી અલય પાર્ક, તિપતિ સોસાયટી, ગોવિંદ પાર્ક, સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી, જીવરાજ પાર્ક, કણકોટ રોડની અનેક સોસાયટીઓ દ્રારા વારંવાર ફરીયાદ કરી પોતાની વેદના ઠાલવી છે તેમજ અકસ્માતનો ભય હોવા છતાં રિપેરિંગ કરાતું નથી. જો અહીં જીવલેણ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેની સ્પષ્ટ્રતા મહાનગરપાલિકા તત્રં કરે તેવી માંગણી કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech