શહેરના કોઠારીયા રિંગ રોડ પર મુરલીધર વેબ બ્રિજ પાસે રાત્રિના કારખાનેદારની કારના કાચ તોડી તેમાં સીટ નીચે રાખેલ .૩૫,૦૦૦ ની કિંમતના લેપટોપ કોઈ શખસ ચોરી કરી ગયું હતું. આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડીમાં આવેલી રાજદીપ સોસાયટી શેરી નંબર ૩ ધરમનગરમાં રહેતા ભાવિનભાઈ સંજયભાઈ સંઘાણી(ઉ.વ ૨૩) નામના કારખાનેદાર દ્રારા ચોરીની આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાવિનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પીપલાણા ગામ ખાતે બજરગં એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું આવેલું છે. ગઈકાલ રાત્રિના સાતેક વાગ્યે આસપાસ તે તથા તેમના નાનાભાઈ ઋષિતભાઈ બંને કોઠારીયા રીંગ રોડ મુરલીધર વે બ્રિજવાળી શેરીમાં કે.પી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ક્રિષ્ના સ્ટીલ નામના કારખાનાવાળા રાહત્પલભાઈ આહીરને ત્યાં જમણવાર રાખ્યો હોય અહીં ગયા હતા. આ દરમિયાન તેમને પોતાની વેગેનાર કાર નંબર જીજે ૩ એમએ ૪૬૨૪ અહીં મુરલીધર વે બ્રિજવાળી શેરીમાં પાર્ક કરી હતી. આ કારમાં તેઓએ કાળા કલરની બેગમાં ડ્રાઇવર સીટની નીચે લેપટોપ રાખ્યું હતું.
જમીને રાત્રિના ૮:૩૦ વાગ્યે તેઓ અહીં કાર પાસે આવતા કારના આગળની સાઈડના દરવાજાના બન્ને કાચ તૂટેલા હતા જેથી તેમને લોક ખોલી અંદર જોતાં તેમણે રાખેલ કાળા કલરનું બેગ જેમાં .૩૫,૦૦૦ ની કિંમતનું લેપટોપ હોય તે કોઈ ચોરી ગયાનુ માલુમ પડું હતું જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફટેજના આધારે કારખાનેદારને કારના તોડી લેપટોપની ચોરી કરી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech