તાળા તોડ્યા વગર બે લેપટોપ ચોરાયા...!
ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર વિસ્તાર સ્થિત એક સરકારી શાળાની કચેરીમાંથી કોઈ તસ્કરો બે લેપટોપ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે ખંભાળિયામાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રહીશ સુરેશભાઈ લાલાભાઈ પરમાર (ઉ.વ. 44) એ ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર શક્તિનગર બેલાવાડી ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાની ઓફિસમાંથી ગત તારીખ 8 એપ્રિલના રોજ કોઈ તસ્કરો જુદા જુદા બે મોડેલના લેપટોપ કે જે ઓફિસના કબાટમાં રાખવામાં આવ્યા હતા, આ બંને લેપટોપ કબાટ કે ઓફીસના તાળા તોડ્યા વગર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બંને લેપટોપની કુલ કિંમત રૂપિયા એક લાખ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે શાળાના કર્મચારી સુરેશભાઈ પરમારની ફરિયાદ પરથી આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયામાં પીધેલો રીક્ષા ચાલક ઝડપાયો
ખંભાળિયાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા વિક્રમ નરશીભાઈ સાલાણી નામના 35 વર્ષના શખ્સને પોલીસે શારદા સિનેમા રોડ ઉપરથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 35,000 ની કિંમતના છકડો રીક્ષા પર નીકળતા ઝડપી લઇ, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિસમસ ગિફટ: જૂનાગઢ સકકરબાગ ઝૂમાં રાજકોટથી સફેદ વાઘની જોડીનું આગમન
December 25, 2024 10:53 AMપી.એમ.પોષણ યોજના ખાનગી એનજીઓને સોંપવાનો નારાબાજી સાથે વિરોધ કરાયો
December 25, 2024 10:51 AMબાબરા બાર એસો.ની ચૂંટણીમાં હોદેદારોની બિનહરીફ વરણી
December 25, 2024 10:50 AMરાણાવાવમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
December 25, 2024 10:49 AMજુઓ કાંધલ જાડેજા એ પોતાના મત વિસ્તાર માટે વધુ એક કામ સ્વખર્ચે કરાવ્યું
December 25, 2024 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech