આસામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામના કરીમગંજ જિલ્લાના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનથી ત્રણ સગીર સહિત પાંચ લોકોના મોત થયા છે. કરીમગંજના પોલીસ અધિક્ષક પાર્થ પ્રીતમ દાસે માહિતી આપી હતી કે આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજ્યમાં પૂરને કારણે 15 જિલ્લાના 1.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.
ગુવાહાટીમાં સતત વરસાદની આગાહી
પૂરના કારણે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધી ગયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર બ્રહ્મપુત્રા નદીની ઉપનદી કોપિલીનું જળ સ્તર નાગાંવ જિલ્લાના કામપુરમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે એક સપ્તાહની આગાહી જારી કરીને ગુવાહાટીમાં સતત વરસાદની આગાહી કરી હતી.
ચક્રવાત રેમલના કારણે આસામમાં ભારે વરસાદ
ચક્રવાત રામલના કારણે આસામમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે વ્યાપક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર 14 જિલ્લાઓ અને 309 ગામો પૂરને કારણે પ્રભાવિત થયા છે. જેમાં કરીમગંજ સૌથી વધુ પ્રભાવિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech