રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૦૬માં ઓકટ્રોય નાબૂદ થયા બાદ આવકનો કોઈ મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો નથી રાય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી જ મોટાભાગના પ્રોજેકટ સાકાર થાય છે. છેલ્લા એક દાયકામાં આવકના નવા ક્રોત તરીકે એકમાત્ર પેઈડ એફએસઆઈનો વિકલ્પ મળ્યો છે અને દર વર્ષે તેની આવકનો લયાંક વધારવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે રજૂ થયેલા બજેટમાં મ્યુનિ. કમિશનરે ટાઉન પ્લાનિંગ બ્રાંચને જમીન વેચાણ અને એફએસઆઈની આવકનો રૂા.૬૨૫ કરોડનો ટાર્ગેટ આપ્યો છે.
બજેટ અંગેની પ્રેસ કોન્ફરન્સમાં જમીન વેચાણની આવક તેમજ પેઈડ એફએસઆઈની આવકના લયાંક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મ્યુનિ. કમિશનર આનદં પટેલએ જાહેરમાં આ અંગેનો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું પરંતુ હત્પં તમને પછીથી વિગતો જણાવીશ તેવો જવાબ આપ્યો હતો. દરમિયાન પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તેમણે સબંધિત અધિકારીઓ મારફતે વિગતો જાહેર કરાવી હતી જેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં રાજકોટ શહેરમાં જમીન વેચાણનો રૂા.૪૫૦ કરોડનો ટાર્ગેટ આપ્યો હતો તેમજ પેઈડ એફએસઆઈની આવકનો રૂા.૧૭૫ કરોડનો લયાંક આપ્યો છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ગત વર્ષ દરમિયાન જમીન વેચાણનો ટાર્ગેટ રૂા.૪૦૦ કરોડ હતો તે પૂર્ણ થયો નથી અને તબકકાવાર સમયાંતરે સરકારી કંપનીઓ સહિતનાઓને કુલ રૂા.૧૫૦ કરોડની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. બે વર્ષ પૂર્વે નાનામવા ચોકના પ્લોટની ઓનલાઈન ઓકશન કરવામાં આવ્યા બાદ તે સોદો વિવાદમાં પડા પછી જમીનની હરરાજીઓ કરવાનું યેનકેન કારણો રજૂ કરીને ટાળવામાં આવ્યું હતું. દરમિયાન આગામી નાણાકીય વર્ષના બજેટમાં જમીન વેચાણમાં રૂા.૫૦ કરોડનો વધુ રકમનો લયાંક ચૂકવાયો છે ગત વર્ષે રૂા.૪૦૦ કરોડનો લયાંક હતો અને આ વર્ષે રૂા.૪૫૦ કરોડનો લયાંક આપવામાં આવ્યો છે. ટીપી સ્કીમો અંતર્ગત મળતી વેચાણ હેતુની જમીનોનો હેતુ જ જમીન વેચીને આવક ઉભી કરવાનો હોય છે તેવી જમીનો વેચવામાં આવે તો તેમાં કઈં શંકાસ્પદ હોતું નથી. છતાં છેલ્લ ા બે વર્ષથી તત્રં જમીનોનું વેચાણ કરવામાં પાછીપાની કરી રહ્યું છે.
વર્ષેા પૂર્વેથી અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોમાં પેઈડ એફએસઆઈ આપવામાં આવતી હતી. પરંતુ, રાજકોટમાં આવી કોઈ જોગવાઈ ન હતી.
દરમિયાન છેલ્લા એકાદ દાયકાથી પેઈડ એફએસઆઈ આપવાનું શરૂ કરાયું છે અને તેની સારી એવી માત્રામાં આવક થઈ રહી છે. ગત વર્ષમાં પેઈડ એફએસઆઈની આવક રૂા.૧૦૪ કરોડ થઈ હતી યારે આગામી નાણાકીય વર્ષમાં પેઈડ એફએસઆઈની આવકનો ટાર્ગેટ રૂા.૧૭૫ કરોડ રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech