જાનગર નજીક 21 કરોડની ખેતીની જમીન પચાવી પાડવાના કાવતરામાં ભુ-માફીયાઓની પીછેહટ

  • July 27, 2021 11:41 AM 

ચંગા ગામની નવા ખાતા નં. 399 વાળી જમીન સંદર્ભેના કાનૂની જંગમાં ખેડુતને માલીકીની જમીન પરત મળી

જામનગર જિલ્લાના તાલુકાના ચંગા ગામ નવા ખાતા નં. 399 થી આવેલ નવા રેસ.સ.નં. 379 (જુના રેસ.સનં. 174 પૈકી1) ચો.મી. વાળી ખેતીની જમીનો જિલ્લાના નિવાસી લાલજીભાઇ પરમાર તથા મનસુખભાઇ લાલજીભાઇ પરમાર તથા પ્રભાબેન લાલજીભાઇ પરમાર, બચુબેન લાલજીભાઇ પરમાર વિગેરેની સંયુકત માલિકીની કબજા ભોગવટાની ખેતીની જમીન એક ભુમાફીયા સંગઠન દ્વારા પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. આમ સવદસાભાઇ નામના વ્યકિત દ્વારા અભણ ખેડુતને જમીનની કિંમત કરતાવધુ કિંમત આપવાનું પ્રલોભન આપી ચેલા ગામના વ્યકિતઓને પોતાની સાથે રાખી તેની મદદ લઇ થોડા પૈસા આપી જમીન પચાવી પાડવા ભરત ભગવાનજીભાઇ ડવ તથા હરેશ ભાનુછૈયા અને પ્રફુલ જેન્તીલાલ વ્યાસ તથા અન્ય ચાર વ્યકિતઓ દ્વારા ખેતી માલિકને લાલચમાં લઇ સુથી પેટે પચાસ હજાર ીપયા આપી અને પોતાની જમીનને લગતના દસ્તાવેજ વકીલને બતાવવા અને ઉપરોકત ખેતીની જમીન બાબતે પોતે વેચાણ લેતા હોય ની જાહેર નોટીસ આપવા ખેડુતને મુર્ખ બનાવી તે દસ્તાવેજનો ગેર ઉપયોગ કરી ખેડુતોના આધારકાડૃમાં લેવડાવેલ સહીને બનાવટી સુથી કરારમાં સ્કેન કરી નકલી સુથી કરાર કોર્ટમાં રજુ કરી કરાર પાલનનો દાવો કર્યો હતો.

ખેડુતને જમીન ભુમાફીયાના નામે કરી દેવા ડરાવી ધમકાવી બીવડાવી પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. ખેડુત દ્વારા પોતાના કાયદાકીય સલાહકારની સલાહ લઇ અને ઉપરોકત ભુમાફીયાઓ વિરુદ્ધ પોતાના રોલ મુજબ પંચોકસી બી ડીવીઝનમાં ગુન્હો નોંધવા અરજી આપેલ હોય સાથે અરજી પેટે ગુન્હો ન નોંધાતા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ તેમજ જામનગર કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ નોંધાવવા ચીમકી આપેલ હોય. સંગઠનના મુખ્ય દ્વારા તાત્કાલીક પોલીસ ખાતાનો સંપર્ક કરીસમાધાન કરી મામલો રફા દફા કરી દેવા જાણ કરાયેલ હતી. તેથી પોલીસ દ્વારા ફરીયાદીને મનાવી સમજાવી ફરીયાદ ન કરવા રોકી અને કોર્ટમાં દાવો વીથ ડ્રો કરાવી સમાધાન કરાવી આપવામાં આવેલ હોય ફરીયાદીના વકીલની ઉપરોકત કાયદાકીય સલાહથી ખેડુતને પોતાની માલીકીની જમીન પરત મળી ચુકેલ હોય ફરીયાદી તરફે વકીલ શિવરાજસિંહ બી. રાઠોર, વિશાલ એસ. ખીમાણીયા, એ.વી.રાઠોડ, એસ.એચ. ડાંગર, એસ.એસ. ખાંભલા તથા વી.ડી. બારડ રોકાયેલા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS