જામનગરમાં દુકાન પચાવવાની પેરવી કરનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

  • May 04, 2021 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સબંધ દાવે આપેલી દુકાન ખાલી કરવાનું કહ્યું તો પૈસાની માગણી કરી: બે શખ્સો સામે ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેર-જિલ્લામાં થોડા સમય પહેલા જમીન પચાવી પાડવાના પ્રકરણો બહાર આવ્યા હતા, તાજેતરમાં જ લેન્ડગ્રેબિંગ હેઠળ બે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી હતી, દરમિયાનમાં ગઈકાલે સંબંધ દાવે દુકાન આપીહતી અને ખાલી કરવા કહ્યું તો પૈસાની માંગણી કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને આ અંગે લેન્ડગ્રેબિંગ હેઠળ બે શખ્સો સામે વધુ એક ફરિયાદ દાખલ થતાં ચકચાર વ્યાપી છે.

અંગેની વિગતો અનુસાર, કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયા ગામમાં રહેતા ખેડૂત રમેશભાઈ તુલસીભાઈ વાદી ઉંમર વર્ષ 42 દ્વારા સીટી-સી ડિવિઝનમાં જામનગર ની સાધના કોલોની બ્લોક નંબર એમ /3836 માં રહેતા ભરત સવજી વઘાસિયા અને હાલ શ્યામધામ ચોક વિભાગ-1, સુરત ખાતે રહેતા લલિત સવજી વઘાસિયાની વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધેયક 2020 ની જુદી-જુદી કલમ અનુસાર ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રમેશભાઈ ની દુકાન સર્વોદય સોસાયટીમાં પૂર્વ તરફથી પહેલી દુકાન સીટ નંબર 342 જેના સિટી સરવે નંબર 5209 પેકી ના પ્રોપર્ટીકાર્ડ મુજબની 110 ચોરસ ફુટ આશરે કિંમત 700000 વાળી દુકાન આ કામના આરોપીને ઓળખાણ અને સંબંધના નાંતે વાપરવા-ધંધો કરવા માટે ભાડા વગર આપી હતી.

આ દુકાન લલિતભાઈને આપેલ હતી અને તેઓએ આ દુકાન ફરિયાદીની જાણ બહાર આરોપી ભરત વઘાસીયાને કબજો આપી સુરત જતા રહેતા. ફરિયાદીએ દુકાન ખાલી કરવાનું જણાવ્યું હતું દરમિયાનમાં આરોપીઓએ રૂપિયા આપો તો દુકાન ખાલી કરી આપું તેમ કહ્યા દુકાન ખાલી કરતા ન હોય અને ગેરકાયદે કબજો રાખી પૈસા પડાવવાની કોશિશ કરી એકબીજાને મદદગારી કરી હતી.

દરમિયાનમાં રમેશભાઈએ આ મામલે કલેકટર સમક્ષ અરજી કરી હતી અને જે અંગેની તપાસમાં વિગતો બહાર આવતા સીટી-સી ડિવિઝનમાં ભરત અને લલિતની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ શહેર ડીવાયએસપી નિતેશ પાંડે દ્વારા ચલાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષમાં દરેડ ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો હતો, ctc માં બીજી ફરિયાદ દાખલ થઇ હતી, અને ગઈકાલે વધુ એક ગુનો નોંધાતા ગેરકાયદે જમીન મિલકત પચાવી પાડનારઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે પૂરતા પુરાવા એકત્ર કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS