સાજડીયારીમાં પ્રૌઢની તથા સરકારી મિલ્કત પચાવી પાડતા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

  • September 06, 2021 11:03 AM 

સબ ભૂમી ગોપાલ કી...!: સરકારી જમીન પચાવી પાડવા સબબ બે પોલીસ ફરિયાદ

ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે ખેતીની જમીન જમીન ધરાવતા અને પોરબંદર તાલુકાના બોખીરા ગામના મુળ વતની અને હાલ મોઢવાડા ગામે રહેતા જેઠાભાઈ ભોજાભાઈ કારાવદરા નામના 71 વર્ષના વૃદ્ધની સાજડીયારી ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 229/33 તથા નવા રેવન્યુ સર્વે નંબર 428 વારી આશરે સાડા સાત વીઘા જેટલી જગ્યા પચાવી પાડવા સબબ આ જ ગામના રાજુ મશરીભાઈ ઓડેદરા અને કેશુ મશરીભાઈ ઓડેદરા નામના બે શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ સરકારી જંત્રી મુજબ રૂપિયા 2.67 લાખની કિંમત ધરાવતી ઉપરોક્ત જમીન રૂપિયા 30 લાખ જેટલી બજારકિંમત ધરાવે છે. આ જગ્યા ઉપર આરોપી શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો મેળવી, અહીં વાવેતર કરી ખેડાણ કરી અને ઉપજ મેળવવા ઉપરાંત તેમની બાજુમાં આવેલી આશરે 15 વીઘા જેટલી સરકારી ખરાબાની જમીન પર પણ આરોપીઓએ કબજો કરી પચાવી પાડવા સાથે અહીંથી પણ તેઓ દ્વારા ઉપજ મેળવવામાં આવી રહી છે.

આ સમગ્ર બનાવ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS