એપ્રિલ-જૂન દરમિયાન જમીન સંપાદન ધીમી રહી હતી અને આ સમયગાળા દરમિયાન 325 એકર જમીનને આવરી લેતા માત્ર 25 ડીલ પૂર્ણ થયા હતા, આ પાછળ મુખ્યત્વે ઊંચા ભાવ અને સામાન્ય ચૂંટણીઓ જવાબદાર છે. તેનાથી વિપરીત, વર્ષ અગાઉના સમયગાળામાં 29 જમીનના ડીલ પૂર્ણ થયા હતા, જેમાં 721 એકર જમીન આવરી લેવામાં આવી હતી. રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ એનારોકે જણાવ્યું હતું કે 2024ના બીજા ક્વાર્ટરમાં ડેવલપર્સ અને અન્ય એન્ટિટીની જમીન હસ્તગત કરવાની ઈચ્છા સામાન્ય ચૂંટણીઓ અને જમીનના ભાવમાં વધારો થવાને કારણે
ઘટી છે.
2024 ના બીજા ક્વાર્ટર (એપ્રિલ-જૂન) માં બંધ થયેલા જમીન ડીલની સંખ્યા ઘટીને 325 એકર માટે 25 ડીલ થઈ ગઈ છે. એનારોક ગ્રૂપ્ના પ્રાદેશિક નિર્દેશક અને સંશોધન અને સલાહકારના વડા પ્રશાંત ઠાકુરે જણાવ્યું હતું કે જમીનની ડીલની સંખ્યાના સંદર્ભમાં બેંગલુરુ સૌથી આગળ છે. 2024 ના બીજા ક્વાટર માં શહેર (બેંગલુરુ) માં લગભગ 114 એકર માટે 9 અલગ અલગ ડીલ હતી, તેમણે કહ્યું. ગુરુગ્રામમાં 77.5 એકરથી વધુ માટે 7 ડીલ થઈ છે.
એપ્રિલ-જૂનમાં બંધ થયેલ કુલ જમીન ડીલમાં 163 એકરથી વધુના રહેણાંક વિકાસ માટે 17થી વધુ ડીલ પ્રસ્તાવિત છે. કૃષિ, મિક્સ્ડ યુઝ ડેવલોપમેન્ટ, ડેટા સેન્ટર, લોજિસ્ટિક્સ પાર્ક, ઔદ્યોગિક અને છૂટક ક્ષેત્રે એક-એક ડીલ કરવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ડેટા અનુસાર, મુંબઈમાં 4.52 એકર માટે 2 ડીલ, હૈદરાબાદમાં 48 એકર માટે 1 ડીલ, પુણેમાં 2 ડીલ (27.5 એકર), ચેન્નાઈમાં 27 એકર માટે 1 ડીલ, થાણેમાં 2 ડીલ થઇ હતી. અમદાવાદમાં 1.37 એકર માટે માત્ર 1 ડીલ થઈ હતી.
એનારોકે જણાવ્યું હતું કે 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે જમીનના ડીલ માટેના ડેટા વધુ પ્રોત્સાહક છે. આ સમયગાળામાં દેશભરમાં 1,045+ એકર માટે 54 ડીલ કરવામાં આવી હતી. તેનાથી વિપરિત, ગયા વર્ષે સમાન સમયગાળામાં 950+ એકર માટે લગભગ 46 ડીલ કરવામાં આવી હતી. સલાહકારે જણાવ્યું હતું કે, બેંગલુરુ અને ગુરુગ્રામે આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન અનુક્રમે 216 એકર અને 162 એકર માટે મહત્તમ ડીલ કરી હતા. આ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મુંબઈમાં 34 એકરમાં 5 જમીનની ડીલ થઈ હતી. હૈદરાબાદ અને ચેન્નાઈમાં અનુક્રમે 63.5 એકર અને 48 એકરમાં 3 ડીલ, તો પુણે, અમદાવાદ, નોઈડા અને થાણેએ સામૂહિક રીતે 103 એકર માટે 2-2 જમીનના ડીલ પર હસ્તાક્ષર થયા હતા. ગાઝિયાબાદ અને દિલ્હીએ અનુક્રમે 62.5 એકર અને 5 એકર માટે એક-એક ડીલ થઈ હતી. અયોધ્યા, જયપુર અને સુરતે જાન્યુઆરી-જૂન 2024માં સામૂહિક રીતે 353 એકર જમીનની ડીલ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech