લાલપુરની એક લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: એકની અટકાયત

  • June 30, 2021 10:54 AM 

ચોરીમાં ગયેલ એક લાખની રોકડ કબજે લેતી પોલીસ

લાલપુર ટાઉન ખાતે થયેલી ઘરફોડ ચોરીનો ગુનો પોલીસે ગણતરીના દિવસોમાં ડિટેઈન કરી લીધો છે એક શખ્સને પકડી પાડી ચોરીમાં ગયેલી એક લાખની રોકડ કબજે લઇને વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

લાલપુર ટાઉનમાં રહેતા સિકંદર મહેબુબભાઇ હડફાના પરિવારજનો ધ્રોલ ખાતે લગ્નમાં ગયા હતા અને પાછળથી તેમના મકાનનું તાળું તોડીને કોઈ અજાણ્યો શખ્સ એક લાખની રોકડની ચોરી કરી ગયો હતો આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.

ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા નાયબ પોલીસ અધિક્ષક દેસાઈ તથા સીપીઆઈ આરબી ગઢવીના માર્ગદર્શન મુજબ લાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી કે લાલપુર ટાઉનમાં રહેતો હુસેન ઉર્ફે ટાઈગર ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા સાથે લાલપુર બાયપાસ પાસે ઊભો છે અને ભાગી જવાની પેરવીમાં છે.

આ હકીકતના આધારે પોલીસ ટુકડી લાલપુર બાયપાસ દોડી ગઇ હતી અને આરોપી હુસેનને પકડી પાડી તેના હાથમાં રહેલા થેલામાંથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા એક લાખ સાત હજાર રીકવર કરવામાં આવ્યા હતા.

લાલપુરના ચાર થાંભલા પાસે દેવીપુજક વાસમાં રહેતા આરોપી હુસેન ઉર્ફે ટાઈગર ફારૂક પટેલ ઉંમર વર્ષ 36 ની અટક કરીને કોવિડ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી લાલપુરના પીએસઆઈ ડી એસ વાઢેર, સ્ટાફના એનપી વસરા, પ્રદિપસિંહ જેઠવા, બલભદ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, અખ્તર ભાઈ નોઈડા, કિરણભાઈ નંદાણીયા, લાલજીભાઈ ગુજરાતી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS