સિહોર નગરપાલિકા ગટર વિભાગના અધિકારીની લાલીયાવાડી, રજા રિપોર્ટ વગર એક સપ્તાહથી ગેરહાજર

  • December 20, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતર માં રાજયકક્ષાના મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ સિહોર નગરપાલિકા ની રીવ્યુ મિટિંગ ને લઇ ખુબજ ફરિયાદ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તેમાં ખાસ.પાણી, ગટર, સ્વછતા અભાવ ને લઇ સફાઈ,સ્ટીટ લાઈટ અને ફિલ્ટર પ્લાન્ટ નિષ્ફળ ને લઈ પદાધિકારીઓ એ આક્રોશ વ્યક્ત કરેલ. 
હાલ સિહોર નગરપાલિકા ની કડક, નિષ્ઠાવાન છાપ ધરાવતા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા દ્વારા કર્મચારીઓ પાસે લેવાતા કામો ને લઇ અમુક કહેવાતા કામચોરકર્મચારીઓ ને લઇ સિહોર નગરપાલિકા બદનામ થઈ રહ્યું છે. ત્યારે સિહોર એટલે છોટે કાશી નું બિરુદ મળેલ જેને લઇ ગટર વિભાગના સુપર વાઈઝરની બેદરકારી ને લઈ ઠેર ઠેર ગંદકી નું પાણી રેલમછેલ ને લઇ અનેક ફરિયાદ ઉઠી છે. ગટર વિભાગ ના સુપર વાઈઝર છેલ્લા એક સપ્તાહથી વધુ પાલિકા માં ચીફ ઓફિસર ને રજા રિપોર્ટ મૂક્યા વગર રામભરોસે ચાલી રહ્યું છે. તો આવા અનેક કર્મચારીઓ ના પાપે તેમજ લાલિયાવાડી ને લઈ ગટર વિભાગ માં રામભરોસે ચાલે છે.તો હવે આ જવાબદાર સામે કાર્યવાહી કરી નહિતર ના છૂટકે સિહોર પ્રાંત અધિકારી ને નવા કાયદા મુજબ ઇગજજ મુજબ ૧૫૨ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. તેમજ ગેરેજ વિભાગમાં લોક ચર્ચાએ ચર્ચાયા મુજબ પાલિકાના વાહન માં ડીઝલ ચોરી અંગે ની ફરિયાદ ઉઠવા પામી હતી.જે અંગે આ ચર્ચાનો વિષય બન્યો છે અધિકારી દ્વારા તપાસ નો વિષય બન્યો છે.
 તાજેતર માં કાયમી કર્મચારી ની નિમણુક થયેલ કર્મચારી જેઓ પાલિકા કચેરી માં ફરજ બજાવતા વીજય વ્યાસ ને ગેરેજ વિભાગ સુપર વાઇઝર ની જવાબદારી સોંપવામાં આવે તો ગેરેજ વિભાગ માં અસર કારક કામગીરી થઇ શકે.ગેરેજ વિભાગ ના હાલ કહેવાતા સુપર વાઇઝર ની ફરજ માત્ર ગેરેજ વિભાગ તેમજ ઇમરજન્સી કોલ ઉપાડવા ટેબલ ઉપર જવાબદારી વહન કરવાની હોય છે. પરંતુ આ ગેરેજ વિભાગ ના કહેવાતા સુપરવાઇઝર ની અનેક વખત ફરિયાદો ચીફ ઓફિસર સુધી થવા પામવા છતાં આજસુધી કોઈ કાર્યવાહી કરવાને બદલે પંપાળવા માં આવે છે તેવું ચર્ચાય રહ્યું છે.
સાચું હોય તો શરમજનક કહેવાય ઓફિસ સહિત અન્ય કર્મચારીઓ ને ફરજ માં ફેરફાર કરવામાં આવે છે.તો ગેરેજ વિભાગના સુપર વાઇઝર ની કેમ ફેરફાર કે અન્ય સ્થળે ફેરવવામાં કેમ નથી આવતા તે પણ એક શંકા ઉપજી રહી છે.ગેરેજ માં ટેલેન્ટર ડ્રાઇવર હોવા છતાં, અધિકારી ની જીપ થી લઇ ફાયર વિભાગ ની પૂરક જાણકાર આ વિભાગ માં હોવા છતાં બિન અનુભવી ગેરેજ વિભાગ માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર એક હથ્થું શાસન ઓફિસ માં રહી દરેક વિભાગની કચેરી માં આટાટલ્લા મારી અને પાલિકાની કચેરીઓમાં ટાઇમ પસાર કરતા હોય છે. અને પોતે રજા ઉપર હોય તો તેની હાજરી અંગે તપાસ નો પણ વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application