લલિત મોદીએ ભારત ન આવવા માટે વાનુઆતુની નાગરિકતા મેળવી

  • March 08, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ અને આઈપીએલના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે અને મોદીએ વાનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તેમના કાનૂની સલાહકાર મહેબૂબ આબાદીએ આ સમાચારની પુષ્ટિ કરી. મહેબૂબ આબાદીએ જણાવ્યું હતું કે લલિત મોદીએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતીય પાસપોર્ટ હકારાત્મક રીતે સરેન્ડર કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે.

આઈપીએલના ટોચના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં લલિત મોદી ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની વોન્ટેડ યાદીમાં છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી કે લલિત મોદી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.જો કે મોદી વિરુદ્ધ કોર્ટમાં કોઈ ચાર્જશીટ કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.' હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર તેની તપાસ કરવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે વનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદા મુજબ તેમની સામે કેસ ચલાવી રહ્યા છીએ.

દરમિયાન, લલિત મોદીના સલાહકાર મહેબૂબ આબ્દીએ જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીય એજન્સી દ્વારા મોદી વિરુદ્ધ ક્યારેય કોઈ કોર્ટમાં કોઈ ચાર્જશીટ કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને ન તો કોઈ ભારતીય કોર્ટમાં તેમના વિરુદ્ધ કોઈ આરોપો ઘડવામાં આવ્યા છે.


લલિત મોદીને ભારત પાછા લાવવામાં મુશ્કેલીઓ વધશે

લલિત મોદીની નાગરિકતા અંગેનો આ નિર્ણય ઘણા વર્ષો પછી આવ્યો છે. આઈપીએલના સ્થાપક તરીકે, લલિત મોદી પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. વનુઆતુ દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્ર છે અને હવે લલિત મોદી અહીંના નાગરિક બની ગયા છે. હવે ભારત સરકારને લલિત મોદીને પરત લાવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application