જામનગરના એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો તથા તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ સંપન્ન
જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં સામાજીક, આરોગ્ય, શિક્ષ્ાણ, ધાર્મિક સહિતના ક્ષ્ોત્રોમાં અનેકવિધ સેવાક્યિ પ્રવૃતિઓમાં કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો તેમજ ધો.૧૦ અને ધો.૧ર ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો.
સમદ્વારોહનો શુભારંભ શ્રીગણેશ ભગવાન તથા માં સરસ્વતીની ઢોલ-નગારાના નાદ સાથે આરતીથી ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. સમદ્વારોહના અધ્યક્ષ્ાસ્થાને સંસદ સભ્ય પૂનમબેન માડમ ઉપસ્થિત રહયા હતાં.
આયોજક બન્ને ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વગત પ્રવચન કરી સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે મારા પિતાશ્રી હરિદાસ લાલ (બાબુભાઈ લાલ)ની હૈયાતીમાં સ્થપાયેલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલના આયોજકોનું સન્માન કરવાની શરૂઆત થયા પછી સતત ૧૩ માં વરસે આ આયોજન કરાયું છે. આ વર્ષ્ો ધો. ૧૦-૧ર ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનું આયોજન પણ સાથે જ થયું છે.
તેમણે તેમના વડીલ બંધુ અશોકભાઈ લાલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અશોકભાઈએ દર વર્ષ્ો વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવો જોઈએ તેવી અપેક્ષ્ાા વ્યક્ત કરી હતી. ર૦૧૭ માં ૪૦૦ વિધાર્થીઓ સામે આજે તેજસ્વી વિધાર્થીઓની સંખ્યા ૮૦૦ થી વધુ થઈ ગઈ છે. તેવી જ રીતે ગણેશ મહોત્સવના આયોજનો ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે થાય તે દિશામાં કરેલી પહેલને ટ્રસ્ટના અનુરોધ અને પ્રયાસોના કારણે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ ૯પ ટકા સફળતા મળી છે.
જીતુભાઈ લાલે ટ્રસ્ટની સેવાક્યિ પ્રવૃતિઓનો ટુંકમાં પરિચય આપતા જણાવ્યું હતું કે વિધાર્થીઓને વાહનના લાયસન્સ કઢાવી આપવા, ગણેશ વિર્સજનમાં ટ્રસ્ટ દ્વારા સાધનો-વાહનોની વ્યવસ્થા કરી આપવી વિગેરે તમામ સેવાકાર્યો અમારા પિતાએ કંડારેલી કેડી પર, માતુશ્રીના આર્શિવાદ અને અશોકભાઈના માર્ગદર્શનના કારણે સફળતાપૂર્વક અને સંતોષ્ાકારક રીતે થઈ રહ્યા છે. જેમાં લાલ પરિવારના સભ્યો તેમજ ટ્રસ્ટીઓ પણ સતત જહેમત ઉઠાવી રહયા છે જીતુભાઈ લાલે સૌને અભિનંદન આપી આવકાર્યા હતાં.
આ સમારોહમાં અધ્યક્ષ્ાસ્થાનેથી સંસદ સભ્ય પૂનમબેન માડમે ઉદબોધન કરી સતત સેવાકાર્યો બદલ લાલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.
સાંસદ પૂનમબેન માડમે લાલ પરિવાર સાથે તેમના પારિવારિક સબંધોને યાદ ર્ક્યા હતા લાલ પરિવારના મોભી ‘બાબુકાકા’ એ સેવાકાર્યોની જે કેડી કંડારી હતી તે દિશામાં આ પ્રવૃતિઓને ખુબ જ સારી રીતે અવિરતપણે ચાલુ રાખી છે અને સમગ્ર સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. લાલ પરિવાર દરેક પરિવાર સાથે જોડાયેલો રહ્યો છે. તમામ ક્ષ્ોત્રોમાં યોગદાન આપવું તે તેમનો સ્વભાવ છે, પણ સેવાની સુગંધ સતત ફેલાવતાં રહેવું અધરૂ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂચન ર્ક્યું છે કે આયોજનપૂર્વક પ્રગતિ થવી જોઈએ. લાલ પરિવારે વડાપ્રધાનના સુચનને સાર્થક કરી બતાવ્યું છે. લાલ પરિવાર નાત-જાતના ભેદભાવ વગર સદભાવના અને સમરસતાથી કાર્યો કરે છે.
ઉપસ્થિત વિધાર્થીઓને માટે સાંસદે જણાવ્યું કે, તમે સિધ્ધી મેળવી છે એટલે જ અહીં સન્માન મેળવવા ઉપસ્થિત છો તમે સૌ વધુને વધુ સિધ્ધી પ્રાપ્ત કરવા સંપૂર્ણ શક્તિમાન છો, તમારામાં આત્મવિશ્ર્વાસ છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો તેવો સુર્વણકાળ ચાલી રહ્યો છે હતાશા, હાર, નિરાશા, નહી કરી શકું તેવા શબ્દો તમારી ડીક્ષ્ાનેરીમાંથી કાઢી નાખો આજે તમારું જે સન્માન થઈ રહયું છે તેનું ખુબ જ મહત્વ છે તેમણે દરેક તેજસ્વી છાત્રોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
ગણેશોત્સવના પંડાલના આયોજકોને સાંસદ પૂનમબેને વંદન સાથે અભિનંદન આપ્યા હતાં આ ધાર્મિકોત્સવના માધ્યમથી સમાજમાં એક્તા વધે છે. ભક્તિ, શ્રધ્ધા, પરિશ્રમની ઉર્જાથી જ આજે આપણે સારી સ્થિતીમાં છીએ. સમાજમાં સમરસતા, ધાર્મિક ભાવ, ઈશ્ર્વર પ્રત્યેની શ્રધ્ધાની પરંપરા જાળવવાનું કામ ગણેશોત્સવ પંડાલના આયોજકો કરી રહ્યા છે અને તેમનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે, જે સત્કાર્ય લાલ પરિવાર કરી રહ્યો છે.
કેન્સર રોગ અંગે તેમણે જણાવ્યું કે જેટલું વહેલું નિદાન તેટલો ઈલાજ અક્સીર અને સરળ બની રહે છે. સાંસદ ખેલ મહોત્સવની સફળતા અંગે તેમણે જણાવ્યું કે રમત-ગમત, યોગા વિગેરે પ્રવૃતિથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે, ખેલદીલીની ભાવના પ્રબળ બને છે, લોકો પારંપરિક ચિકિત્સા પધ્ધતી અને આહાર વિગેરેનો અમલ કરે તે જરૂરી છે.
સતત ત્રીજી વખત લોક્સભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે ત્યારે કાયમ માટે લોકોના પ્રશ્રોને વાચા આપવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરીશ તેવી ખાત્રી આપી હતી.
જામનગર (દક્ષ્ાિણ) વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષ્ાણનું મહત્વ માત્ર નોકરી મેળવવા માટે જ નથી પણ દરેકના જીવનમાં શિક્ષ્ાણની જરૂર પડે છે, હિન્દુ ધર્મ સંસ્કૃતિને જાળવી રાખવા ધાર્મિકોત્સવના આયોજકોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય લાલ પરિવાર દ્વારા થઈ રહયું છે. અત્યારે શિક્ષ્ાણનો યુગ ચાલી રહયો છે ત્યારે દરેક વિધાર્થી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમણે ઉપસ્થિત જનમેદનીને સ્વચ્છતા જાળવવા, પાણી, વિજળી, પેટ્રોલનો બગાડ નહીં કરવા પણ અપીલ કરી હતી.
ભાજપ શહેર અધ્યક્ષ્ા ડો. વિમલભાઈ કગથરાએ તેમના સંબોધનમાં ઉપસ્થિત સૌ વિધાર્થીઓને તેમની કારકિર્દીમાં પણ સિધ્ધી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમણે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ અંગે લાલબતી ધરતાં જણાવ્યું કે સાચો મિત્ર મોબાઈલ નહીં પણ તમારા માતા-પિતા છે.
જામનગરના આજકાલ દૈનિકના નિવાસી તંત્રી પપ્પુખાને સંબોધનમાં જણાવ્યુું હતું કે ભાષ્ાણ આપવા નેતાઓનું કામ છે. પત્રકારોની તો કલમ જ બોલે છે લાલ પરિવારે તેમના સેવાકાર્યોથી લાખો લોકોના દિલમાં વિશ્ર્વાસના દિવા ઝળહળતા ર્ક્યા છે જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ તો સેવાનો ભંડાર છે. જામનગરની જનતાએ તેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રસ્થાપિત કરવાની જરૂર છે તેઓ દીન દુ:ખીયાને કાયમી મદદ કરી રહ્યા છે.
જીટીપીએલ જામનગર ન્યુઝ ચેનલના સંચાલક જયેશભાઈ પારેલીયાએ લાલ પરિવાર દ્વારા તેમના ટ્રસ્ટો મારફત ચાલી રહેલી સેવાક્યિ પ્રવૃતિઓને બિરદાવી જણાવ્યું હતું કે લાલ પરિવારના સભ્યો માતબર રકમ વાપરવા સાથે સમય પણ આપે છે જે મોટી વાત છે. સોમયજ્ઞનું આયોજન તેમનો સમાજ પ્રત્યેનો ઉદાર ભાવ છે.
ભાજપના પૂર્વ શહેર પ્રમુખ એડવોકેટ હિતેનભાઈ ભટ્ટે લાલ પરિવારની પ્રવૃતિઓની પ્રસંશા કરતાં જણાવ્યુું હતું કે વિશાળ વ્યવસાય કરતાં હોવા છતાં સતત સેવાકાર્યોમાં કાર્યરત રહે છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે કોઈપણ સારા કાર્યનું જાહેરમાં સન્માન થાય તો તે સમગ્ર સમાજનું સન્માન છે. બન્ને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે ખુબ જ ભાવુક થઈ જણાવ્યું હતું કે મેં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરી હતી તે મુજબ આજે ખુબ મોટી સંંખ્યા જોઈને ટ્રસ્ટ અને લાલ પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેમણે ખાસ કરીને યુવા વર્ગને મોબાઈલ ફોનનો દુરૂપયોગ નહી કરવા અને મોબાઈલમાં સમય નહી વેડફવા અનુરોધ ર્ક્યો હતો તેમણે ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા સેવાકાર્યોનો ઉલ્લેખ કરી જણાવ્યુું હતું કે મારી ઈશ્ર્વરને કાયમ માટે પ્રાર્થના છે કે અમોને એવી લક્ષ્મી આપો જે સારા કાર્યોમાં વાપરી શકીએ કોઈની પ્રગતિમાં કે સમાજના વિકાસમાં, સેવામાં આર્થિક સહયોગ અને સમય આપી શકીએ તો અમે ભાગ્યશાળી સમજશું.
આજના સમારોહમાં આટલી મોટી સંખ્યમાં ઉમટી પડેલા લોકો - વિધાર્થીઓ ટ્રસ્ટ પ્રત્યેની લાગણી દર્શાવે છે આપણે શિક્ષ્ાણ સાથે બૌધ્ધિક સ્તરે પણ આગળ વધવાનું છે અશોકભાઈએ ટ્રસ્ટ તથા લાલ પરિવારને સેવા પ્રવૃતિને જન-જન સુધી પહોંચાડવા બદલ મિડીયા જગતનો ખાસ આભાર માન્યો હતો. કેન્સર જેવા રોગોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું ડરથી જ રોગ વધુ વકરે છે, દર્દને વાગોળવાથી દર્દ વધે છે સૌ નિરોગી રહીએ તેવી પ્રાર્થના કરુ છું. લાલ પરિવાર દ્વારા શહેરની મધ્યમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે પણ મેં એવી પ્રાર્થના કરી હતી કે કોઈને હોસ્પિટલમાં આવવાની જરૂર ન પડે તેવી રીતે સૌ સ્વસ્થ તંદુરસ્ત રહે.
આ અવસરે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ધો.૧૦-૧ર ના ૮૦૦ થી વધુ તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનોનું સ્મૃતિ ભેટ, મેડલ અને પ્રમાણપત્ર આપીને તેમજ રપ૦ થી વધુ ગણપતિ પંડાલોના આયોજકો-સંચાલકોનું સ્મૃતિચિહન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યુંં હતું.
આ સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના અધ્યક્ષ્ા નિલેશભાઈ કગથરા, મનપા શાસક જુથના નેતા આશિષ્ાભાઈ જોષ્ાી, શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, નોબત દૈનિકના માલીક ચેતનભાઈ માધવાણી, આજકાલના સમાચાર સંપાદક પપ્પુખાન, જીટીપીએલના જયેશભાઈ પારેલીયા, માય સમાચારના માલીક દર્શનભાઈ ઠકકર, સાંજ સમાચારના ડોલરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર આસપાસના વિજયભાઈ કોટેચા, લોક્વાતના પૃથ્વીરાજસિંહ ચૌહાણ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, મંત્રી જગતભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ હિરેનભાઈ ત્રીવેદી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, મહામંત્રી રમેશભાઈ દતાણી, ઓડીટર બાબુભાઈ બદિયાણી, મંત્રી ભાવિનભાઈ અનડકટ તેમજ કોર્પોરેટરો, વેપાર-ઉધોગના આગેવાનો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ વિધાર્થી ભાઈઓ-બહેનો, ગણેશ ભક્તો અને આમંત્રીતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
આ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત સૌએ ભોજન - પ્રસાદ લીધો હતો. આ સમારંભ માટે આયોજક બન્ને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ મિતેશભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ તથા ટ્રસ્ટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
***
સુરતના નિષ્ણાંત ડો. રણજીતસિંહ સોલંકીનું માર્ગદર્શક વક્તવ્ય
લાલ પરિવાર દ્વારા આયોજીત સન્માન સમારોહની સાથે કેન્સરના રોગ અંગે માર્ગદર્શન આપવા માટે ખાસ વક્તવ્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સુરતના ખ્યાતનામ ડો.રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ ? અને આજે આપણે ક્યાં પહોંચી ગયા છીએ ? તે પ્રશ્ર ચિંતાજનક છે. મારા વક્તવ્યનો મૂળ થીમ બેક ટુ ધી ટ છે આવો આપણે આપણી પરંપરા તરફ વળીએ.
ભારતમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. જેમાં કેન્સરના રોગ માટે ડો.સોલંકીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે તેના માટે આજીનો મોટો જવાબદાર છે તેનો વપરાશ અવિરત વધી ગયો છે. પ્રી કુક પેકેટ ફુડમાં તેનો વપરાશ થાય છે જેના કારણે શરીરમાં હાર્મોન્સ કામ કરતાં બંધ થઈ જાય છે ચાઈનામાં ફુડથી કેન્સર, વંધ્યત્વ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગો થાય છે. નોર્મલ ડીલીવરીના બદલે સીઝેરીયન ડીલીવરી જ કરવી પડે છે. તેમણે ખુબ જ ગંભીર થઈને જણાવ્યું કે અત્યારે એવો સમય ચાલી રહયો છે કે સીઝેરીયનથી જન્મવું અને વેન્ટીલેટરથી મરવું. વિજ્ઞાને આપણને ધણું આપ્યું છે પણ ફાર્મા કંપનીઓની નાણાં કમાઈ લેવાની લાલચના કારણે રોગો વધ્યા છે, જટીલ બની રહયા છે. આપણે માનવ શરીરમાં કુદરતે કેન્સરના રોગનો પ્રતિકાર કરી શકે તેવા સેલ આપયા છે. કેમો થેરાપી સહિતની અન્ય ઉપચાર થેરાપીઓ જોખમી છે અને રોગ કરતાં તેનો ઉપાય વધુ જોખમી બને છે આ માટે સાચી સલાહની જરૂર છે.
તેમણે આપણી પરંપરા મુજબ આહારનું આયોજન કરવા ખાસ કરીને બહેનોને અપીલ કરી હતી. હળદર અને તજનું સેવન સ્વાસ્થય જાળવણી માટે અતિ ઉતમ ઔષ્ાધી છે.કોઈપણ રોગ હોય તે આપણે જ આપણી કુટેવોથી પેદા ર્ક્યા છે પણ ગભરાવવાની જરૂર નથી. કેન્સર મટી જ શકે છે ડો.સોલંકીએ પ્રથમ સ્ટેજથી લાસ્ટ સુધી પહોંચી ગયેલા કેન્સરના દર્દીઓનો ઈલાજ કરીને ૭૦૦૦ થી વધુ દર્દીઓને સ્વસ્થ - સાજા ર્ક્યા છે બહેનોને મોનોપોઝના સમયમાં તકલીફો થાય તો એસેસમેન્ટ થઈ શકે છે અને તકલીફોમાં રાહત મેળવી શકાય છે. તેમના વક્તવ્યના અંતમાં જણાવ્યું કે ધરે કામવાળા રાખવા અને પોતાને જીમમાં જવું તે સ્થિતિનો ત્યાગ કરવો જરૂરી છે કોઈપણ પ્રકારનું કેન્સર હોય તેને મટાડી શકાય છે.
***
પૂનમબેન માડમને ચૂંટણીમાં સફળતા માટે લાલ પરિવારની શુભેચ્છા
જામનગર શહેરના ધો.૧૦-૧ર ના તેજસ્વી છાત્રો અને ગણેશ પંડાલોના આયોજકોના સન્માન સમારોહમાં અધ્યક્ષ્ાસ્થાને ઉપસ્થિત સાંસદ પૂનમબેન માડમને આગામી લોક્સભા ચૂંટણી માટે ભાજપ દ્વારા સતત ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરાયા હોવાથી તેઓ આગામી લોક્સભા ચૂંટણીમાં ૬ લાખ પ૧ હજાર કરતા વધુ મતોની સરસાઈથી વિજય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તથા મિતેષ્ાભાઈ લાલ તેમજ લાલ પરિવારના કેદાર (હરિ) લાલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech