પેરિસ ઓલિમ્પિક-2024નો સાતમો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. જો કે આ દિવસે કોઈ મેડલ આવ્યો નથી.
મનુ ભાકરે શૂટિંગની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ફાઇનલમાં જગ્યા બનાવીને મેડલની આશા જગાવી છે. લક્ષ્ય સેને પણ ઈતિહાસ રચીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.
લક્ષ્ય સેનની સેમિફાઇનલ 4 ઓગસ્ટે
ભારતીય શટલર લક્ષ્ય સેને શુક્રવારે ઈતિહાસ રચ્યો હતો. તેણે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. હવે તે 4 ઓગસ્ટે સેમિફાઇનલ મેચ રમશે. આવી સ્થિતિમાં તેને આરામનો પૂરતો સમય મળ્યો છે.
શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ છઠ્ઠા દિવસે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના પહેલા સ્ટાર મનુ ભાકર અને સરબજોત સિંહ પણ મેડલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
શોટ પુટ ઇવેન્ટ
તજિન્દરપાલ સિંહ તૂર શોટ પુટ ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં એક્શનમાં જોવા મળ્યા હતા. તેમની મેચ 11:40 વાગ્યે શરૂ થઈ હતી.
પારુલ ચૌધરી 14મા ક્રમે રહી
પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર રાઉન્ડ 1ની હીટમાં 14મું સ્થાન મેળવ્યું હતું. તેણે તેની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન 15:10:68 આપ્યું હતું. જોકે આ પછી તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે આ રમતમાં માત્ર ટોચના 8 પ્લેયર જ ફાઇનલમાં પ્રવેશ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech