૨૦૦ જળતીર્થેાથી દેવોનો અભિષેક, સમૂહ મહાપૂજા, સતં દીક્ષા, ગૌ પ્રદર્શન, ઘનશ્યામ જન્મોત્સવ, સાંસ્કૃતિક પ્રદર્શન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે: સંતો 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાતે
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો.સંતવલ્લ ભદાસ સ્વામી તેમજ ચેરમેન દેવપ્રકાશદાસ સ્વામીએ અખબારી યાદીમાં જણાવતા કહ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષ પહેલા સ્વહસ્તે ૬ મંદિરો બનાવી સંપ્રદાયનો તિરંગો ફરકાવ્યો અને ૨ મુખ્ય ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદ જેમાં સવ્યં શ્રીજી મહારાજે વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ આદી દેવોની પ્રતિષ્ઠા કરી હતી. તેમજ જેની ભારત સરકારના સંચાર વિભાગ અંદર આવતા પોસ્ટ વિભાગે ટપાલ ટિકિટ અને ટપાલ કવર બહાર પાડયું છે તેમજ ગુજરાત સરકારે પણ ટેમ્પલ બોર્ડના સતકાર્યેાને ધ્યાનમાં લઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કર્યેા છે તદઉપરાંત શ્રીજી મહારાજના જીવનકાળ દરમિયાન તેઓ દ્રારા ઉપયોગમાં આવેલ કપડા, વાસણો, નખ, વાળથી માંડીને નાની–મોટી તમામ વસ્તુઓનું સંગ્રહાલય બનાવે છે જે ૨૦૦ કરોડના માતબર ખર્ચે લકૌકિક અક્ષર ભુવન તરીકે ઓળખાશે.
વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ મૂર્તિ પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડતાલ પિઠાધિપતિ રાકેશપ્રસાદ મહારાજની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન અને સંપ્રદાયના વરિ સંતો–મહંતોના નેજા હેઠળ આયોજીત લક્ષ્મી નારાયણદેવ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭–૧૧થી ૧૫–૧૧ સુધી ચાલનાર આ દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા સંપ્રદાયના બે સંતો કથાનો લાભ આપશે. જેમાં ધરસભાના પ્રણેતા નિત્યસ્વરૂપદાસ સ્વામી સત્સંગીજીવન કથાના વકતાપદે તેમજ એ.આઈ.ના સંશોધન પહેલા ૩ડી એનિમેશન પર શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરિભકતો સુધી પહોંચાડનાર જ્ઞાનજીવનદાસ સ્વામી પ્રસાદી મહાત્મયે કથાના વકતાપદે બિરાજીત થશે જેમાં આમંત્રણ રથ થકી સમગ્ર ભારત ભ્રમણ કરી સંતોએ હરિભકતોને આમંત્રણ પાઠવ્યું હતું ત્યારે દેશ–વિદેશથી ૫૦૦૦૦થી વધુ હરિભકતો ફૂટ લાંબા સભામંડપમાં કથાનું રસપાન કરશે તેમજ વૈદિક મંત્રોચ્ચાર અને વિદ્રાન બ્રાહ્મણો દ્રારા ૧૦૦૮ કુંડી યજ્ઞનું વિશાળ યજ્ઞશાલામાં આયોજન કરવામાં આવ્યું છે.
સાથે દરરોજ રાત્રે વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરાવવામાં આવશે જેમાં સંપ્રદાયના ૧૦૮ સંગીતજ્ઞ દ્રારા સમૂહ કીર્તન તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંપ્રદાયના વિવિધ કીર્તનોને આવરી એક અનોખી સાંજ હરિભકતોને આપવાનો પ્રયાસ થશે. પંચાળામાં સ્વયં શ્રીજી મહારાજ સંતો સાથે રાસોત્સવ કર્યેા હતો ત્યારે ૧૦૦૮ સંતો એક સાથે એક તાલે રાસ રમી ભવ્યતા ઉમેરશે. સાથે વિધાર્થીઓ અને ઋષિકુમારો દ્રારા નૃત્ય નાટિકા કરવામાં આવશે, ગુજરાતના પ્રખ્યાત સંગીતકારો દ્રારા લાઈવ મ્યુઝિક કોનસર્ટ રાખવામાં આવ્યું છે. તદઉપરાંત આવતીકાલે બાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૧૦૦૦ બાળકોને શિક્ષણની સાથે આધાત્મિક સમજણ આપી સંસ્કારોનું સિંચન કરાશે. સંપ્રદાયના મુળધન્ય સંતો દ્રારા વિવિધ વિષયો પર વ્યાખ્યાન માળા, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા વૈદ, વેદાંત શાોનું પવિત્ર બ્રાહ્મણો દ્રારા ૭ દિવસ પારાયણ થશે, પવિત્ર બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન અને સેવારૂપી બ્રહ્મ ચોર્યાસી થશે, ૨૦૦ જેટલા પવિત્ર જળ તિર્થેાથી દેવોનો ઐતિહાસિક એભિષેક કરવામાં આવશે. સમૂહ મહાપૂજા, રાજોપચાર પૂજન, ધર્મકૂળ પૂજન, સતં દિક્ષા, ગ્રથં પ્રકાશન, ગૌ પ્રદર્શન, અખંડ ધૂન, મેડિકલ કેમ્પ, પુષ્પદોલોત્સવ, મહિલા મંચ, સમર્પિત ભકતોનું સન્માન, ઘનશ્યામ જન્મોત્સવ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષ બાળકો, યુવાનો, વડિલો તેમજ વૃધ્ધો સૌ કોઈ જ્ઞાન સાથે ગમત કરી શકે તેવા સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા.૨૩–૧૦થી ૧૫–૧૧ સુધી લોકોને મનોરંજન આપવા સ રહેશે. કુલ ડોમના આ પ્રદર્શનમાં ૧૦૦ ફટ લાંબો અને ૩૫ ફૂટ ઉંચો વિશાળ કલાત્મક પ્રવશ દ્રાર રહેશે. તેમજ પ્રાકૃતિક પહાડ, જંગલ, ગુફાઓ અને ૧ લાખથી વધુ વૃક્ષ વેલીઓ, ફલછોડની વનરાઈઓ વચ્ચે ૩૦ પ્રકારની ટેકનોલોજીથી સ સાંસ્કૃતિક પ્રદર્શનમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઈલુઝન, સાયન્સ સિટી, ૩૬૦ સ્કીન પર જીવન ઘડતરનું રહસ્ય, આર્ટ ગેલેરી, ગ્લોગાર્ડન, નેચર, ગુફાઓ, ફલાવર્સ ટ્રેન, એન્જોય પાર્ક, કલાકૃતિ સાથેના ૯ માર્ગેા, ફાઉનટેન,તળાવ, ઝુલતો પુલ વિગેરે આનંદમય સ્થળો રહેશે જે આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતુ ભવ્ય પ્રદર્શન રહેશે. વડતાલ ટેમ્પલ બોર્ડ વતી સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના રાજકીય, સામાજિક તેમજ ઔધોગિક જગત મહાનુભાવોની તેમજ જરૂરી વ્યવસ્થાઓનું સંચાલન કરવાની જવાબદારી સંપ્રદાયના અનન્ય હરિભકત ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીને સોંપવામાં આવી છે. ભકતોને આ ભવ્ય ઉત્સવનો લ્હાવો લેવા 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિવેકસાગરદાસ સ્વામી, ગુણસાગરદાસ સ્વામી, ચિત્તસાગર સ્વામી, ભકિતચરણ સ્વામી, ભાજપ પ્રદેશ અગ્રણી ચેતન રામાણી અને પંકજ વઘાસિયાએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech