જેતપુરના પીઠડીયા ગામે ધોળા દિવસે બધં મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ રકમ તેમજ સોના–ચાંદીના દાગીના સહિત કુલ પિયા ૧.૬૩ લાખની મત્તાની ચોરી થયા અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીં રહેતો યુવાન અને તેનો પરિવાર દિવસે કામે જતો હોય દરમિયાન ચોરીની આ ઘટના બની હતી. ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પીઠડીયા ગામે રહેતા હસમુખ ઉર્ફે ટમન ધુસાભાઇ મહિડા(ઉ.વ ૨૮) નામના યુવાને વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં રહે છે અને પિઠડીયા ટોલનાકા ખાતે પાણીની બોટલ તથા સીંગદાણા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે તેના ઘરમાં તે તથા તેનો નાનો ભાઈ તેના માતા–પિતા સાથે રહે છે. અને તેઓ તમામ દિવસે મજૂરી કામે જતા હોય દિવસ દરમિયાન ઘર બધં રહે છે.
ગત તા. ૨૧૧૧ ના રોજ સવારના ૦૯:૩૦ વાગ્યે યુવાન જાગ્યો હતો ત્યારે તેના પિતા ધુસાભાઇ તથા તેના માતા, તેનો ભાઈ વિશાલ બધા કામ ધંધે ચાલ્યા ગયા હતા અને દશ વાગ્યે યુવાન પીઠડીયા ટોલનાકે કામ માટે જતો રહ્યો હતો. બાદમાં અહીં સામાન લેવા માટે બે થી ત્રણ વખત ઘરે આવ્યો હતો ત્યારબાદ સાંજના નવ વાગ્યા આસપાસ કામ પૂં કરી ઘરે આવ્યો હતો તે સમયે તેનો ભાઈ વિશાલ પણ ઘરે હોય અને તેના માતાપિતા પણ ઘરે આવી ગયા હતાં. આ દરમિયાન તેણે પોતાના હિસાબ કિતાબના પૈસા અહીં ઘરમાં બેરલ પર રાખ્યા હતા ત્યાં બેરેલની પાછળ કપડાની થેલીમાં બચતની મુડી રાખી હોય તે પૈસા જોવા મળ્યા ન હતા. પરંતુ યુવાને જે તે સમયે ખાસ ધ્યાન આપ્યું ન હતું અને તે દુકાને જતો રહ્યો હતો.
બાદમાં ઘરે આવી ફરી તપાસ કરતા ઘરમાં પેટી પલંગમાં રાખેલા સોના–ચાંદીના ઘરેણા કિંમત પિયા ૧.૨૯ લાખ સહિત કુલ પિયા ૧,૬૩,૬૦૦ ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જે અંગે પ્રથમ તેમણે પોતાની રીતે તપાસ કરી હતી પરંતુ તેમ છતાં રોકડ અને ઘરેણા મળી ન આવતા કોઈ શખસે દિવસ દરમિયાન અહીં ઘરમાં પ્રવેશ કરી રોકડ અને ઘરેણાની ચોરી કરી હોવાનું માલુમ પડતા તેણે આ અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech