કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.૨પ થી ૨૯ ડીસેમ્બર–૨૦૨૪ દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટના ૧૨પ વર્ષ નિમિતે ૫ દિવસીય પ્રાગટય ઉત્સવ શ્રી શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં દરરોજ લાખો ભાવીકો ઉમટી પડશે.કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના જયા બેસણા છે તેવા જામજોધપુર તાલુકાના સિદસર ખાતે શ્રી૧ શતાબ્દી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ છેલ્લા એક માસથી ચાલી રહ્યો છે. વિવિધ ૧૦૦ જેટલી સમિતિઓમાં ૬૦૦૦ થી વધુ સ્વયંસેવકો વિવિધ કામગીરીઓમાં જોડાયા છે. સિદસર આસપાસના અનેક ગામોમાંથી પાટીદારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર્ર ઝોનના સ્વયંસેવકો શ્રમયજ્ઞમાં જોડાયા છે. ઉપલેટાથી ૩૧ કિ.મી. દુર આવેલા સિદસર ખાતે વેણુ નદીના કાંઠે ઉમિયા માતાજીના સાનીધ્યમાં યોજાનારા શ્રી૧ શતાબ્દી મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મહામંત્રી જયેશભાઈ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયા, આયોજન સમિતિના કન્વીનર ચિમનભાઈ શાપરીયા, નાણા સમિતિના કન્વીનરો જગદીશભાઈ કોટડીયા, ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ ની આગેવાની હેઠળ જમીન સંપાદનથી માંડી, વિવિધ ડોમ, ભોજનાલયો, સભામંડપ, ઔધોગીક પ્રદર્શન, સહીતની વ્યવસ્થાઓ ૧૬ ચોરસ કી.મી. ના એરીયામાં ઉભી થઈ રહી છે. સિદસરની સીમમાં આવેલી ૬૦૦ વિધા જમીનમાં મહોત્સવ માટે જમીન સંપાદન સમિતિ તથા પાણી પુરવઠા અને નિકાલ સમિતિની કામગીરી પૂર્ણતાના આરે છે. જમીન સંપાદન સમિતિના દિનેશભાઈ દેલવાડીયા, ભરતભાઈ માકડીયા, હરસુખભાઈ મકવાણા, રમેશભાઈ માણાવદરીયાના માર્ગદર્શન હેઠળ જમીન સંપાદન કરી જમીન સમતોલ કરી મહોત્સવના નકશા મુજબ વિવિધ મેળાઓ, ભાોજનાલયો, સભામંડપ, ઉતારા વ્યવસ્થા, તથા રોડ ની માપણી ની કામગીરી પૂર્ણ થઈ છે. મહોત્સવના વિવિધ ભોજનાલયો, શોચાલયો, તથા અન્ય માટે જરી પાણી ની વ્યવસ્થા માટેની પાઈપલાઈન તથા પાણી નિકાલ માટેની પાઈપ લાઈનો અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવી છે. ૧૪ ટોઇલેટ બ્લોક નું બાંધકામ કરવામાં આવ્યુ છે. પાણી વ્યવસ્થા તથા નિકાલ માટે ૬૫૦૦ મીટર લાંબી પાઈપલાઈનો નાખવામાં આવી છે. મંડપ સમિતિના અધ્યક્ષ ચેતનભાઈ કડીવાર, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ માણાવદરીયા, મંત્રી જયેશભાઈ ભાલોડીયા, સહમંત્રી જય લાલકિયા તથા સભ્યોની ટીમ દ્રારા એક માસથી તૈયારીઓ ચાલી રહી હતી. ઔધોગીક મેળો, કૃષિ મેળો, બાલનગરી આનંદમેળો, ફિલ્મ પ્રદર્શન ડોમ, સહીત વિવિધ પ્રદર્શન તથા સ્વયંસેવકોના ઉતારા માટે મંડપ સમીયાણાની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. મહોત્સવના આર્કષક પ્રવેશદ્રારથી માંડીને આંતરિક રસ્તાઓ પર પ્લાસ્ટીકની નેટ દ્રારા કલોરીંગ આકર્ષણનું કેન્દ્ર બન્શે.
ટ્રાફીકને પહોંચી વળવા દોડશે પ૦થી વધુ એસ.ટી. બસો
૨૫ થી ૨૯ ડિસે. સિદસર શ્રી૧ શતાબ્દી મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકોના ટ્રાફીકને પહોંચી વળવા ગુજરાત રાજયના માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજયભરની એસ.ટી.ડેપોથી વધારની ૫૦ જેટલી બસો દોડાવવા નિર્ણય લીધી છે. જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ એસ.ટી. ડેપો માંથી એકસ્ટ્રા બસી સિદસર બણી દોડશે. દરેક તાલુકા મથકેથી સિદસર મહોત્સવમાં પહોંચી શકાય તે માટે એસ.ટી.વિભાગે મહોત્સવમાં આવનાર ભાવીકો માટે કાબીલેદાદ વ્યવસ્થા ગોઠવી છે. જુદા જુદા બુધ ઉપરથી ઉપડતી બસોના સંચાલન માટે અલગ સ્ટાફ ફાળવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ ખાતે ઉમાભવન, યુનિર્વસીટી રોક, તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશીપથી એકસ્ટ્રા બસો ઉપડશે. દરેક બસ સ્ટેન્ડ પર સિદસર જવા લોકો એકડા થયી કે તુરતં નવી બસ મુકાશે. જે ભાવીકોને મહોત્સવ સ્થળે નિશ્વીત પાકગમાં પહોંચાડશે જયાથી સિદસર ખાતે બનાવાયેલા બી.આર.ટી.એસ. ટ પર તહેનાત મીની બસો દ્રારા યાત્રીકોને મંદિર ગેઈટ સુધી પહોંચડવામાં આવશે.
૨૦ બ્લડ બેન્ક દ્રારા ૫૦૦૦થી વધુ બોટલ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક
શ્રી૧ શતાબ્દી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પુરતો જ સિમિત નથી ભકિતની સાથે સામાજીક કાર્યનું પણ જીવતં ઉદાહરણ બની રહે અને સાથોસાથ માનવ સેવાનું પણ ઉમદા કાર્ય થાય તેવા હેતુથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. સિદસર શ્રી શતાબ્દી મહોત્સવનાં પાંચેપાંચ દિવસ રકતદાન કેમ્પ દ્રારા પ૦૦૦થી વધુ બોટલ રકત એકત્ર કરવાનુ આયોજન થયું છે. રાજકોટ ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી ટ્રસ્ટના શિરે મહોત્સવમાં રકતદાન સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. રકતદાન સમિતિના અધ્યક્ષ વિનુભાઈ મણવર, ઉપાધ્યક્ષ નિરજભાઈ મણવર, મંત્રી ધર્મેશભાઈ ઉકાણી, સહમંત્રી પ્રફુલભાઈ દેત્રોજા ના નેતૃત્વમાં રર જેટલા કાર્યેાકરો કામગીરી સંભાળશે. રકતદાન સમિતિ દ્રારા સમગ્ર સૌરાષ્ટ્ર્રની ૨૦ બ્લક બેંક મહોત્સવ સ્થળે સેવા લેવામાં આવી છે. રકતદાતાઓને સ્મૃતિપે આકર્ષક લેપટોપ બેગ, કીચનવેર પ્રોડકટસ આપવામાં આવશે પાંચ દિવસ યોજાનાર મહોત્સવમાં આશરે ૫૦૦૦ ૨૨ એકઠું કરવાનો લયાંક છે. મહોત્સવમાં એકત્ર થનાર રકત રાજકોટ–જામનગરની સિવીલ હોસ્પિટલો– ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આપે તેવી જોગવાઈ કરવામાં આવશે.
૪૦૦ વિધામાં પાકિગ: અપ–ડાઉન માટે અલગ– અલગ રસ્તાઓ
પાંચ દિવસના મહોત્સવમાં આવતા લાખો ભાવીકો માટે ૪૦૦ વિધાથી વધુ જમીનમાં બે અલગ–અલગ વિશાળ પાકગ ઉભા કરવામાં આવ્યા છે. પાનેલી નજીક તથા ગીંગણી થી સિદસર આવતા ફોર વ્હીલર, ટુ વ્હીલર, ખાનગી તથા એસ.ટી. બસો માટે અલગ અલગ બે ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. મા ઉમિયાના દર્શને પધારતા ભાવીકોના વાહન પાકગમાં પાર્ક થયા બાદ ૧૦૦ જેટલી બસો દ્રારા ભાવીકોને સિદસર ખાતે મંદિર ગેઈટ પાસે લઈ જવાશે. યાંથી ભાવીકો મંદિર દર્શન, યજ્ઞ દર્શન, પ્રદર્શન, બાલનગરી, સભામંડપ, અને ભોજનાલય સુધી એક જ ટમાં પહોંચી શકશે પાકીંગ વ્યવસ્થા માટે જે.સી.બી. દ્રારા ચન–દિવસ–રોડ લેવલીંગ કરી રસ્તાઓને સમતોલ કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમ્યાન ટ્રાફીક જામ ન થાય તેનું સવિશેષ ધ્યાન રાખી અલાયદુ આયોજન કરવામાં આવ્યુ છે. કોઈપણ જાતની પાકગ ફી લીધા વગર જ વાહન ચાલકોની સંપુર્ણ દેખરેખ પાકગ સમિતિના પ્રભારી દિનેશભાઈ દેલવાડીયા, અધ્યક્ષ ભરતભાઈ માકડીયા, ઉપાધ્યક્ષ હરસુખભાઈ મકવાણા, મંત્રી રમેશભાઈ માણાવદરીયા, સહમંત્રી અભિષેક માકડીયાના વડપણ હેઠળ ૫૦૦ થી વધુ કાર્યકરો રાઉન્ડ ધ કલોક સેવા આપશે.
આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ
મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય ભાવિકોની સુવિધા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા સલામતી સમિતિ ના ૭૦૦ થી વધુ સ્વયંસેવકો ૩ શીફટમાં કામગીરી કરશે. સિદસર ખાતે વેણુ નદીના કાંઠે કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ૪૦ તરવૈયાઓની ટીમ, ખડે પગે રહેશે. કીઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ફાયર ફાઈટર્સ, છ ફાયર ટેન્કર, બે રેસ્કયુ બોટ, બે સ્પીડ બોટ, દસ એમ્બ્યુલન્સ, તબીબોની ટીમ, તેનાત રહેશે. ભાવીકોની ભીડની પ્રવાહના સુચા સંચલન માટે ડ્રોન મારફત વિડીયો સર્વિલેન્સ સહીતની કામગીરી હર્ષિત કાવરના માર્ગદર્શન હેઠળ આપતી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે પી.એલ. ગોઠી, ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ખાંટ, મંત્રી કમલેશભાઈ ધમસાણીયા, અજયભાઈ જાગાણી, સલામતી સમીતીના ચુનીભાઈ પનારા, નીતીનભાઈ ફળદુ, પરેશભાઈ પનારા, જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ શ્રી૧ શતાબ્દી મહોત્સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઈ ઘોડાસરા તથા મંત્રી રજની ગોલ ની યાદીમાં જણાવાયુ છે.
મા ઉમિયાના દર્શન તથા પ્રસાદ વિતરણ માટે સમિતિ
મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકો જગ જનની મા ઉમિયાના દર્શનાર્થે આવશે. ત્યારે ભાવિકોને વિનાવિલબં વ્યવસ્થીત દર્શન થઈ શકે ભાવીકોની ભીડ ન થાય તેમજ કોઈ વકકામુકકી ના બનાવો ટળે તે માટે ના પ્રયાસો દર્શન સમિતિ ના નવીનભાઈ ભાયાણી, કીર્તિભાઈ સુતરીયા, પ્રવિણભાઈ વાછાણી, કેયુરભાઈ સિતાપરા, ચંદ્રકાંતભાઈ ભડાણીયા તથા બુટ ચંપલ સમિતિના વલ્લ ભભાઈ લાડાણી, કેશવલાલ ભાલોડીયા, રસિકભાઈ ગોધાણી, જીતુભાઈ માકડીયા, ભરતભાઈ મકવાણા સહીતની ટીમ દ્રારા કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં દર્શનાર્થે આવનાર દરેક ભાવીકો માટે લાલપુર ગામના ૬૦ જેટલા કાર્યકરો દ્રારા રેવડી. ટોપ. મિસરી પ્રસાદી પે બનાવવા તેમજ વહેંચવાની કામગીરી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech