જામનગરની સેવાભાવી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા લાલપુરના ડબાસંગ ગામમાં એક કૂવામાંથી ૩૨ સર્પને સફળતાપૂર્વક બચાવાયા

  • May 29, 2021 11:25 AM 

૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં સર્પ મિત્રો દ્વારા ત્રણ દિવસમાં દસ વખત અંદર ઉતરી ૩૨ સર્પોના જીવ બચાવાયા

જામનગરની સેવાભાવી સંસ્થા લાખોટા નેચર ક્લબ દ્વારા સરીસૃપો ને બચાવવા માટેનું વધુ એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, અને લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં ૧૦૦ ફૂટ ઊંડા પાણીના કૂવા માં ૩૨ જેટલા સર્પો હતા, જે તમામને સતત ત્રણ દિવસ ની અથાગ મહેનત પછી તમામને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા, અને કુદરતના ખોળે મૂકી દેવાયા છે.

જામનગરની સેવાભાવી સંસ્થા લાખોટા નેચર કલબના સર્પ મિત્રોને માહિતી મળી હતી કે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં આવેલા ગ્રામ પંચાયતના કૂવામાં ઘણા બધા સર્પ છે.

ડબાસંગ ગામના સરપંચ દ્વારા લાખોટા નેચર ક્લબ નો સંપર્ક સાધવામાં આવ્યા પછી જામનગરની લાખોટા નેચર ક્લબની ટીમ અને લાલપુર ની ટીમ વગેરેએ ડબાસંગ ગામે પહોંચી જઈ સર્પોને  બચાવવા માટેનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું.

ગ્રામ પંચાયતનો ૧૦૦ ફૂટ ઉંડો છે અને હાલ તેમાં થોડું પાણી ભરેલું હોવાથી રેસ્ક્યૂ કરવા જતી વખતે સર્પ પાણીની અંદર જતા રહેતા હોવાથી સર્પ મિત્રોને ભારે જહેમત લેવી પડી હતી. આખરે સતત ત્રણ દિવસ ના સમયગાળામાં સર્પ મિત્રોએ દસ વખત કૂવામાં સો ફૂટ ઊંડા ઊતરીને કુલ ૩૨ સર્પોને બચાવી લેવામાં આવ્યા છે, અને કુદરતના ખોળે મુક્ત કરી દેવાયા છે, જેમાં ૨૮ જળસાપ ડેંડુ, અને બે સામાન્ય કુકરી તેમજ બે ધામણ જાતિના સર્પો હતા.

આ કાર્યવાહી લાખોટા નેચર ક્લબના સર્પ મિત્રના આનંદ પ્રજાપતિ, જીગ્નેશ મેઘનાથી, મયુર નાખવા, ઉમંગ કટારમલ, અરુણકુમાર રવિ, વૈભવ ચુડાસમા, ઈશાન પરમાર, સંજય ગોહિલ મનસુખ ચાવડા, અને નરેશ સાદીયા વગેરે કરી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ફોરેસ્ટ વિભાગની પણ પૂરી મદદ મળી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS