રાજકોટ શહેરમાં અમૃત અને સ્વર્ણિમ યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ.9528 લાખના ડ્રેનેજ પ્રોજેક્ટ્સના કામો સાકાર કરવામાં આવ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ડ્રેનેજ કમિટીના ચેરમેન સુરેશભાઈ વસોયાએ વાર્ષિક કામગીરીનો અહેવાલ જાહેર કરતા જણાવ્યું હતું કે, શહેરના વિકસિત વિસ્તારના અંદાજે 95 ટકા જેટલા વિસ્તારને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવાયેલ છે. જયારે બાકી રહેતા પાંચ ટકા જેટલા વિસ્તારને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી અમૃત યોજના તેમજ સ્વર્ણિમ અંતર્ગત કામગીરી ચાલુ છે. રૈયા વિસ્તારમાં 23 એમ.એલ.ડી. ક્ષમતાનો, ઘંટેશ્વર વિસ્તારમાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્વર વિસ્તારમાં 02 તથા મુંજકા વિસ્તારમાં નવું ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી ગતિમાં છે.ડ્રેનેજ નેટવર્કના અમૃત 2.0 યોજના અને સ્વર્ણિમ યોજના અંતર્ગત કુલ રૂ.9528.37 લાખના કામો હાલ પ્રગતિ હેઠળ છે.
રાજકોટ શહેરમાં તા.18-06-2020થી પાંચ ગામ મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-1 સહિત) સમાવિષ્ટ થતા રાજકોટ શહેરનું કુલ ક્ષેત્રફળ 129.21 ચો.કિ.મી.માંથી વધીને 161.86 ચો.કિ.મી. થવા પામેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકસતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટરની સુવિધા ઉ5લબ્ધ કરાવવા માટે જુદા જુદા ફેઈઝ વાઈઝ કામગીરી કરાવવામાં આવી રહેલ છે.
હાલમાં શહેરના વિકસિત વિસ્તારના અંદાજે 95% જેટલા વિસ્તારને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવાયેલ છે. જયારે બાકી રહેતા પાંચ ટકા જેટલા વિસ્તારને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી અમૃત યોજના તેમજ સ્વર્ણિમ અંતર્ગત કામગીરી ચાલુ છે. જે અંદાજે એક વર્ષમાં પૂર્ણ થશે.
દૈનિક જનરેટ થતા વેસ્ટવોટરને સિવરેજ લાઇન મારફત જુદા જુદા વોર્ડમા આવેલ 25 નંગ ક્લસ્ટર પમ્પિંગ સ્ટેશન પર એકત્રિત કરી, ત્યાંથી 06 નંગ મેઇન પંપીગ સ્ટેશન ખાતે લાવી જુદા જુદા કુલ 07 નંગ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લઇ આવીને ટ્રીટ કરવામા આવે છે. (પ્લાન્ટની કુલ ટ્રીટમેન્ટ કેપેસીટી 331.50 એમએલડી છે.)
શહેરમાં ભળેલ નવા વિસ્તારો મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-1 સહિત) વિસ્તારોને ડ્રેનેજ સીસ્ટમમાં આવરી લેવા માટે અમૃત 2.0 યોજના હેઠળ હાલમાં નીચે જણાવ્યા મુજબના કામો હાલમાં કાર્યરત છે. જે આગામી 02 વર્ષમાં પૂર્ણ થશે.
અમૃત 2.0 યોજના હેઠળ કુલ રૂ.2250 લાખના ખર્ચે રૈયા વિસ્તારમાં 23 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનુ કામ, અમૃત 2.0 યોજના હેઠળ કુલ રૂ.2188 લાખના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં વિસ્તારમાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનુ કામ, અમૃત 2.0 યોજના હેઠળ કુલ રૂ.1355 લાખના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં બે નવા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનુ, રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાનું તથા પમ્પીંગ મશીનરીનું કામ આ કામથી અંદાજીત 30,000 જેટલા લોકોને ડ્રેનેજ સુવિધાનો લાભ પાપ્ત થશે.અમૃત 2.0 યોજના હેઠળ કુલ રૂ.2188 લાખના ખર્ચે મુંજકા વિસ્તારમાં નવું ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનુ તથા રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાનું કામ આ કામથી અંદાજીત 25,000 જેટલા લોકોને ડ્રેનેજ સુવિધાનો લાભ પાપ્ત થશે.
આ ઉપરાંત સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત નીચે મુજબના અલગ અલગ કામો હાલમાં કાર્યરત છે. જેમાં ડ્રેનેજ પ્રોજેક્ટ હસ્તકના 8 જેટલા પમ્પીંગ સ્ટેશનો (મોરબી રોડ ,બેડીનાકા , નાનું પોપટપરા, રૈયા, પુનીત નગર જુનું, વાવડી જુનું, મવડી, બજરંગવાડી) ખાતે રૂ.1330 લાખના ખર્ચે નવી પમ્પીંગ મશીનરી/ મશીનરી અપગ્રેડેશનના કામો હાલમાં ચાલુ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ હસ્તકના અલગ અલગ પમ્પીંગ સ્ટેશન માટે માટે જુદી જુદી કેપેસીટીના સિવેજ સબમર્શીબલ નોન કોગ તેમજ સ્ક્રુ પંપ સેટની ખરીદી રૂ.50.15 લાખના ખર્ચે કરવામાં આવેલ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ (બેડીનાકા) શાખા હસ્તકના જુદા જુદા સીવેજ પમ્પિંગ સ્ટેશન ખાતે એસએસ 304 મટીરીયલ્સમાંથી મેન્યુઅલ ફેબ્રીકેટેડ સ્ક્રીન ફીટીંગ કરવાનું કામ રૂ.84.31 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.કોઠારીયા પમ્પિંગ સ્ટેશન ખાતે રૂ82.91 લાખના ખર્ચે 500-કેવીએ ડી.જી. સેટનું એસઆઇટીસી કામ હાલમાં ચાલુ છે જે આગામી સમયમાં પૂર્ણ થવા પામશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech