મહિલાઓ, કોઇપણ અત્યાચારનો ભોગ બનશો નહીં, કાયદાઓ તમારા માટે જ છે

  • November 20, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણી વખત ગ્રામ્ય પંથકની મહિલાઓ અત્યાચારનો ભોગ વધુ પ્રમાણમાં બનતી હોય છે. શિક્ષણના અભાવના કારણે તથા કાયદાકીય જાણકારી નહી હોવાના કારણે તેઓ ઘરેલુ હિંસાનો ભોગ બનીને મુંગા મોઢે ત્રાસ સહન કરતી હોય છે ત્યારે પોરબંદર પોલીસની સી-ટીમે આ મુદે જનજાગૃતિ ફેલાવી હતી.
પોરબંદરની સી-ટીમ દ્વારા મીયાણી ગામ ખાતે મહિલાઓને દુ:ખ  ત્રાસ અને ઘરેલુ હિંસા તેમજ કોઇ હેરાન પરેશાન કરે તો પણ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો, સાયબર હેલ્પલાઇન (૧૯૩૦), મહિલા હેલ્પલાઇન (૧૮૧) વગેરે વિષે જ‚રી માર્ગદર્શન આપ્યુ હતુ અને એવુ જણાવવામાં આવ્યુ હતુ કે કાયદાઓ સ્ત્રી તરફી છે. તેથી કોઇપણ પ્રકારની ઘરેલુ હિંસા, અત્યાચાર વગેરેનો ભોગ બનવુ જોઇએ નહી પરંતુ વટભેર સામનો કરીને જો કોઇપણ અત્યાચાર કરતુ હોય તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે હિંમત દાખવવી જોઇએ. મહિલાઓએ પણ આ પ્રકારના આયોજન બદલ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application