ડિજિટલાઈઝેશનના યુગમાં જેમ જેમ લોકો વધુને વધુ આધુનિક ટેકનીકને અપનાવતા થયા છે તેમ તેમ સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જેને પરિણામે વધુને વધુ સ્કીલ્ડ સ્ટાફની જર આવા ફ્રોડ રોકવા કે તેના છેડા મેળવવા જરી બની જાય છે, હવે વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક સ્તરે આવી તકનીકી કુશળતા અને વ્યવસાયિક કુશળતા ધરાવતા સાયબર સુરક્ષા વ્યાવસાયિકોની ભારે અછત છે.પરિણામે આ ક્ષેત્રમાં ૪૬ ટકા જગ્યાઓ ખાલી પડી છે.વર્તમાન સમયમાં યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજી ઝડપથી વધી રહી છે, ત્યારે સાયબર સુરક્ષાને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મ એકસેન્ચરના તાજેતરના રિપોર્ટ 'રીઇન્વેન્ટિંગ ધ સાયબર વર્કફોર્સ' મુજબ, દુનિયાભરમાં સાયબર સિકયોરિટી ક્ષેત્રે કુશળ પ્રોફેશનલ્સની ભારે અછત સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રની ૪૬ ટકા જગ્યાઓ હજુ પણ ખાલી પડી છે,એકસેન્ચરના એનાલિસિસ મુજબ, ભારતમાં પણ આ સ્કિલ ગેપ ઝડપથી વધી રહ્યો છે. આ અછત આઈટી ક્ષેત્રના યુવાઓ માટે એક મોટી તક પણ સમાન છે. જો એન્જિનિયર્સ માત્ર ટૂલ્સ ચલાવવાના બદલે બિઝનેસ રિસ્ક મેનેજમેન્ટ અને એઆઈ સિકયોરિટી જેવી એડવાન્સ સ્કિલ્સ શીખે (અપસ્કિલિંગ કરે), તો આ સેકટરમાં કરિયર ગ્રોથ અને પેકેજ ખૂબ જ શાનદાર મળી શકે તેમ છે.