ઉપલેટાના ઢાંકમાં મકાનમાં ચોરખાનામાં છુપાવેલો રૂ.૪.૬૮ લાખનો દારૂ ઝડપાયો

  • June 05, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રહેતા શખસના મકાનમાં દરોડો પાડતા અહીં મકાનમાં બેડરૂમમાં ડબલ બેડની શેટી નીચે ખાસ ભોંયતળિયે અંડર ગ્રાઉન્ડ ચોરખાનું બનાવ્યું હોય તેમાંથી રૂપિયા 4.68 લાખની કિંમતનો 380 બોટલ દારૂ- બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો એક કાર, ડીવીઆર સહિત કુલ રૂપિયા ૧૪.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીના લઇ જાહેરનામું અમલમાં હોય તેના અનુસંધાને રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહ દ્વારા જિલ્લામાં દારૂ- જુગારની પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત એ.એસ.પી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી.પરમાર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રાજપરા ગામ રોડ પર પી.ડી. માલવીયા સ્કૂલની બાજુમાં રહેતા રમેશ ઉર્ફે રામો નામના શખસે પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે.


આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં મકાનમાં કરોડો પાડતા આરોપી રમેશ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. પરંતુ બાતમી દ્રઢ હોવાથી પોલીસે સઘન તપાસ કરતા બેડરૂમમાં ડબલ બેડની શેટી નીચે ભોંયતળિયે અંડરગ્રાઉન્ડ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 4,68 973 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન અહીંથી પોલીસે એક હેક્ટર કાર, બે મોબાઈલ ફોન અને ડીવીઆર સહિત કુલ રૂપિયા 14,82,973 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી રમેશ ઉર્ફે રામો પોલાભાઈ ઓડેદરા હાજર મળી આવ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


આ કામગીરીમાં ભાયાવદર પોલીસ મથકના રોહિતભાઇ વાઢેળ,હેડ કોન્સ. ભાવેશભાઇ બોરીચા,કોન્સ. પ્રેમજીભાઇ,દિલિપસિંહ,રણજીતભાઇ,વીપુલભાઇ,મહેશભાઇ,હિમાંશુભાઇ,ભાવીશાબેન અને નવીનભાઇ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application