ધોરાજી નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા ઉકેકીયા ગામે રહેતો શ્રમિક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.જેથી તેને પ્રથમ ધોરાજી બાદમાં જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.યુવાન દવા લેવા માટે નિકળ્યો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી તાલુકાના ઉદેકીયા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરનાર યુવાન સાજન કુંવરસીંગ બાંભણીયા(ઉ.વ ૨૬) ગત તા. ૩૯ ના રોજ બપોરના સમયે બાઇક લઇ જતો હતો ત્યારે અહીં ધોરાજી નજીક ખોડીયાર મંદિર પાસે સામેથી આવી રહેલા બાઇક સાથે યુવાનના બાઇકની ટક્કર થઇ હતી.જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ધોરાજી બાદમાં જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.તબીયતમાં સુધાર ન આવતા યુવાનને રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારના યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.બનવાને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાન મૂળ એમ.પીનો વતની છે.તે અહીં ઉદેકીયા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતો હતો.યુવાનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.યુવક બે ભાઇ ચાર બહેનના પરિવારમાં મોટો હતો.બનાવના દિવસે તે ઘરેથી દવા લેવા માટે નિકળ્યો હતો.દરમિયાન તેને અકસ્માત નડયો હતો.બનાવને લઇ પરપ્રાંતિય પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech