લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

  • December 14, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપના વરિષ્ઠ વરિશઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી ૯૭ વર્ષના છે. છેલ્લા ૪–૫ મહિનામાં આ ચોથી વખત છે યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા તેમને ૩ જુલાઈએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ૨૬ જૂને તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુરોલોજી વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તેની નાની સર્જરી કરવામાં આવી. થોડા સમય બાદ તેને રજા આપવામાં આવી હતી. લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી ઉમર સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વેાચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્ર્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શકયા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ ૩૦ માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને ભારત રત્ન એનાયત કર્યેા હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્ર્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. ૨૦૧૫માં પધ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂકયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application