દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં પણ પગ મૂકવાની શક્યતાઓ શોધી રહી છે. LICના વડાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, "સ્વાસ્થ્ય વીમાના વ્યવસાયમાં સામેલ થવું LIC માટે સ્વાભાવિક વિકલ્પ છે અને ચર્ચા અંતિમ તબક્કામાં છે."
દેશની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LIC ટૂંક સમયમાં હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ઈન્સ્યોરન્સ સેક્ટરની દિગ્ગજ સરકારી કંપની એક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો ખરીદવા જઈ રહી છે. LICના મુખ્ય કાર્યકારી સિદ્ધાર્થ મોહંતીએ મંગળવારે કહ્યું કે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની સાથે ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે અને આશા છે કે 31 માર્ચ પહેલાં ડીલની અંતિમ જાહેરાત થઈ જશે. સિદ્ધાર્થ મોહંતીએ જોકે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીનું નામ જણાવ્યું નહોતું, જેમાં LIC હિસ્સો ખરીદવા જઈ રહી છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં આવવું LIC માટે સ્વાભાવિક વિકલ્પ
જણાવી દઈએ કે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં પણ પગ મૂકવાની શક્યતાઓ શોધી રહી છે. LICના વડાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, "સ્વાસ્થ્ય વીમાના વ્યવસાયમાં સામેલ થવું LIC માટે સ્વાભાવિક વિકલ્પ છે અને ચર્ચા અંતિમ તબક્કામાં છે."
4000 કરોડ રૂપિયામાં આ કંપનીમાં હિસ્સો ખરીદી શકે છે LIC
સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે LIC હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીમાં 51 ટકા કે તેથી વધુનો નિયંત્રક હિસ્સો ખરીદશે નહીં. ખરીદવામાં આવનાર હિસ્સાની ચોક્કસ માત્રા LICના ડિરેક્ટર બોર્ડના નિર્ણય અને મૂલ્યાંકન જેવા પરિબળો પર નિર્ભર રહેશે. મીડિયામાં આવેલા કેટલાક અહેવાલો અનુસાર LIC 4000 કરોડ રૂપિયાની ડીલમાં મણિપાલ સિગ્ના કંપનીમાં હિસ્સો ખરીદવા પર વિચાર કરી રહી છે.
મંગળવારે વધારા સાથે બંધ થયા કંપનીના શેર
મંગળવારે LICના શેર BSE પર 12.65 રૂપિયા (1.70%)ના વધારા સાથે 757.65 રૂપિયાના ભાવ પર બંધ થયા. જોકે, કંપનીના શેર હજુ પણ તેમના 52 સપ્તાહના ઊંચા સ્તરથી ઘણા નીચે અને 52 સપ્તાહના નીચા સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે. LICના શેરનો 52 સપ્તાહનો ઊંચો ભાવ 1221.50 રૂપિયા અને 52 સપ્તાહનો નીચો ભાવ 715.35 રૂપિયા છે. BSEના આંકડાઓ અનુસાર કંપનીનું વર્તમાન માર્કેટ કેપ 4,79,213.45 કરોડ રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતથી ફેન્ટાનાઇલ ડ્રગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વિદેશની કંપનીઓ સાથે કનેક્શન
March 20, 2025 09:46 AMગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech