જામનગરના વ્હોરાના હજીરા પાસે ગેરકાયદેસર ઉંચા સ્પીડબ્રેકર જે.એમ.સી. દ્વારા બનાવવામાં આવેલ છે. જે નિયમ વિરૂધ્ધ છે અને અકસ્માત સર્જે તેમ છે. કેટલાક લોકોએ પોતાની શેરીના નાકે એક ફુટ પહોળા અનેક ઉંચા સ્પીડ બ્રેકર બનાવેલ છે તે દુર કરવા વિનંતી છે. નટુભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ જામનગર ટ્રાફિક પોલીસમાં ૩૫ વર્ષ માનદ સેવા આપી છે કે.જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને પબ્લીકમાં જાહેરમાં ટ્રાફિકના નિયમોની સમજુતી આપી છે. અને અકસ્માતો ઘટાડયા નથી, નહીવત બનાવેલ છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારે ૧૯૮૧-૮૨ માં સ્પીડ બ્રેકર અંગેના નિયમો બનાવેલ છે જેમાં જે.એમ.સી.ની ફાઈલમાં સંબંધિત અધિકારીની રૂબરૂમાં વાંચેલ છે અને તે સમયે તેનો સંપુર્ણ અમલ થતો હતો. જીલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સરકારમાંથી અમારી નિમણુંક ૧૯૯૮ અને ૨૦૦૨ માં કરેલ હતી અનેક મુદા રજુ કરી જે તે સમયના કલેકટર/કમિશ્નરએ અમલ કરાવેલ છે.
પત્રમાં જણાવે છે કે આથી આપને વિનંતી છે કે તાત્કાલીક તા.૧૫,૦૭.૨૪ સુધીમાં જામનગર શહેરમાના તમામ ગેરકાયદેસર રચાયેલ "સ્પીડ બ્રેકર" નિયમાનુસાર બનાવી તેની યાદી અમને મોકલી આપશો અન્યથા "જિલ્લા કાનુની સેવા મંડળ" માં અમારે ન છુટકે ન્યાય મેળવવા જવાની ફરજ પડશે તેની ગંભીરતાથી નોંધ લેવા વિનંતી છે.રોડ સેફટી પેટ્રોલ યુનીટ, જામનગર ના ભૂતપૂર્વ કમાન્ડર નટુભાઈ ત્રિવેદી દ્વારા જામનગરના કમિશ્નરને પત્ર પાઠવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ
April 13, 2025 05:20 PMગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન, જુઓ વિડિયો
April 13, 2025 04:41 PMઆંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત
April 13, 2025 04:25 PMયુક્રેનના સુમીમાં રશિયાનો વિનાશક હુમલો, બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી, 21 લોકોના મોત
April 13, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech