જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં લઇ જવાતો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો એલસીબીએ પકડી પાડ્યો

  • July 05, 2021 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇંગ્લિશ દારૂ અને બિયર તેમજ કાર સહિત રૂપિયા પાંચ લાખની માલમત્તા સાથે નાઘેડીનો નામચીન શખ્સ ગિરફતાર

જામનગર નજીક નાધેડી ગામમાંથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને નીકળી રહેલા નાઘેડી ના દારૂના એક ધંધાર્થિ ને એલસીબીની ટીમે પકડી પાડયો છે, અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂ અને બીયરનો માતબર જથ્થો તેમજ કાર સહિત રૂપિયા પાંચ લાખની માલમતા કબજે કરી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી ગામ થી કનસુમરા તરફ જવાના માર્ગે એક કારમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો મોટો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી ગઈ હતી. જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે નાઘેડી વિસ્તારમાં વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો.

જે દરોડા દરમિયાન નાઘેડી ગામમાં જ રહેતો રામભાઈ ઉર્ફે રામકો ઝીણાભાઈ મોઢવાડીયા નામનો દારૂનો ધંધાર્થી એવો નામચીન શખ્સ એક કારમાં દારૂના જથ્થા સાથે નીકળ્યો હતો. એલસીબીની ટીમે તેની કારને અટકાવી લઇ અંદર તલાશી લેતાં કારમાંથી ૨૫૫ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો તેમજ ૧૩ નંગ બીયરના ટીન વગેરે મળી આવ્યા હતા. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયર તેમજ કાર વગેરે મળી રૂપિયા પાંચ લાખની માલમતા કબજે કરી છે, અને આરોપી રામભાઈ ઉર્ફે રામકા ની અટકાયત કરી લઇ તેની સામે દારૃબંધી ભંગ અંગે ગુનો નોંધાયો છે, અને વિશેષ પૂછપરછ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)