ઉનામાં એલ.સી.બી. દ્રારા શંકાસ્પદ ડીઝલનો ૮૩૩૦ લીટરનો જથ્થો ઝડપાયો

  • April 02, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ એલસીબીને હેલ્પલાઇન નંબર પર મળેલ બાતમી તથા એલ.સી.બી.ના ઇ.ચા. પો. ઇન્સ. એ. બી. જાડેજાના માર્ગદર્શન મુજબ ે ઉના ગીરગઢડા રોડ પર સુગર ફેકટરીના ગ્રાઉન્ડ પાસે ઉના બાયપાસ ફલાય ઓવર નીચેથી એક છકડો રીક્ષા જેના રજી નં.જી.જે.૦૪વી.૭૦૫૮ ને ચેક કરતા આધાર પુરાવા બીલ વગરનો શંકાસ્પદ ડીઝલ લી.૩૨૫ મળી આવતા આ જથ્થો કયાંથી લાવેલ તે બાબતે પુછતા આ જથ્થો ઉના બાયપાસ પાસે ભાવનગર રોડ હીરોના શોમ પાસે આવેલ શ્રી રામ ટ્રેડીંગમાં ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા ઉવ.૩૨ ધંધો લાકડાનો વેપાર રહે.ઉના દેલવાડા રોડ નાગનાથ મંદીર સામે વી.એમ.પાર્ક સોસાયટી તા.ઉના રહે મુળ બોરવાવ તા. તાલાલા પાસેથી લીધેલ તેમજ ત્યાં ચેક કરતા વધુ ૮૦૦૫ લીટરનો જથ્થો મળી આવતા આ તમામ શંકાસ્પદ ડીઝલના જથ્થાની તપાસ કરવા સા પુરવઠા વિભાગના અધિકારીને શંકાસ્પદ ડીઝલના જથ્થા માંથી જરી નમૂના લઇ નિયમો અનુસાર ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. આ અંગે ડીઝલ હેરફેર કરનાર ઇસમો હાજીભાઈ કાસમભાઈ સુમરા, રહે. ગીરગઢડા, યુસુફભાઇ સીખુભાઇ સીપાઈ, રહે.ગીરગઢડા અને ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા ઉનાને અટકમાં લઈ પૂછપરછ હાથ દરવામાં આવી હતી.  આ કામગીરી એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા પો.સબ ઇન્સ.. એ. સી.સિંધવ, એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લેા સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ વગેરેએ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application